સ્થાનિક ચૂંટણીઓ માટે ‘પંચ’ તૈયાર

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર તા,12
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પગલે ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી તૈયારીઓ આદરી છે ત્યારે બીજી તરફ,રાજ્ય ચૂંટણીપંચે પણ ચૂંટણીના આયોજનને લઇને ધમધમાટ શરૂ કર્યો છે. આજે રાજ્ય ચૂંટણીપંચે સમિક્ષા બેઠકનુ આયોજન કર્યુ છે.ઉતરાયણ બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનુ એલાન થઇ શકે છે.
કોરોનાકાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાયા બાદ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્ય ચૂંટણી પંચ માટે પણ આ ચૂંટણી યોજવી એ પડકાર સમાન છે.ચૂંટણીના આયોજન માટે રાજ્ય ચૂંટણી પંચની એક મહત્વની બેઠક મળનાર છે જેમાં ચૂંટણીની તારીખો નક્કી થઇ શકે છે.
ઉતરાયણ બાદ 18મીએ ચૂંટણીઓનુ એલાન થાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. રાજ્ય ચૂંટણી પંચ વિવિધ વિભાગો સાથે સંકલન સાધી ચૂંટણી યોજવા આયોજન કરી રહ્યુ છે. કોરોનાને કારણે ચૂંટણીમાં જોડાનારાં કર્મચારીઓને પીપીટી કીટથી માંડીને સેનેટાઇઝર સહિતની સુવિધાઓ અપાશે. મતદારો માટે મતદાન કેન્દ્રમાં હેન્ડ ગ્લોવ્ઝ, સેનેટાઇઝરની સુવિધા કરાઇ છે. સૂત્રોના મતે,28મી ફેબુ્રઆરીએ મહાનગર પાલિકા, પંચાયતોની ચૂંટણી યોજાઇ શકે છે. ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોની નજર પર પણ ચૂંટણી પંચ પર મંડાઇ છે.

રિલેટેડ ન્યૂઝ