અણુ ઉર્જામાં આત્મનિર્ભરતા

‘કાકરાપાર’માં વીજ ઉત્પાદન શરૂ, દેશના પ્રથમ સ્વદેશી પરમાણુ વીજ ઘરના ત્રીજા એકમનો આરંભ

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર,તા.12
કાકરાપારમાં દેશના પહેલા સ્વદેશી 700 મેગા વોટના પરમાણુ વીજળીઘરના ત્રીજા એકમનું રવિવારે સવારે 11:37 વાગ્યે વીજળી ઉત્પાદન કરવાનું કામ શરૂ કરાયું છે.
કાકરાપાર અણુમથક દેશનું 23મું પરમાણુ રિએક્ટર છે, જેમાં વીજળી ઉત્પાદન કરવાનું કામ શરૂ કરાયું છે, જેમાંથી ગુજરાતને અડધી વીજળી
મળશે. નવા બનેલા ક્ધટ્રોલ રૂમમાં જ્યારે સિંક્રોનાઈઝ કરીને સફળ રીતે ગ્રિડ જોડાયા હતા.
દેશના 23મા પરમાણુ રિએક્ટર એનપીસીઆઈએલના સહનિર્દેશક એ. કે નેમાએ જણાવ્યું હતું કે કાકરાપાળ પરમાણુ રિએક્ટરનો ત્રીજો એકમ દેશનું 23મું પરમાણુ રિએક્ટર છે, જેને હવે શરૂ કરવામાં આવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે માર્ચ 2020માં એક રિએક્ટરમાં યુરેનિયમ ફ્યુલ ભરવાનું કામ શરૂ કરવામા આવ્યું હતું. લોકડાઉનના સમયગાળા દરમિયાન ચકાસવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ