ગુજરાતમાં વિદ્યા સહાયકોની મોટાપાયે ભરતી થશે: શિક્ષણમંત્રી

ઓનલાઇન અરજી એક અઠવાડિયા સુધી કરી શકાશે
શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અધ્યાપક-સહાયકોની આ ભરતી માટે 20 જાન્યુઆરી-2021 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમજ ભરતીની વધુ વિગતો ૂૂૂ.ફિતભવયલીષ.શક્ષ વેબસાઇટ પરથી ઉપલબ્ધ બની રહેશે. આ સાથે રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 5700 શિક્ષણ-સહાયકોની ભરતી રાજ્ય સરકાર કરશે, એમ પણ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. નવી બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3382 અને નવી બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2307 શિક્ષણ-સહાયકોની નિમણૂક કરવામાં આવશે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહજીએ મુખ્યમંત્રીના દીર્ઘદૃષ્ટિપૂર્ણ આયોજનમાં સમગ્રતયા આ 6616 જેટલી નવી જગ્યાઓ પર યુવા શિક્ષણ-સહાયકો ઉપલબ્ધ થતાં શિક્ષણક્ષેત્રે કુશળ માનવબળ નવો વર્કફોર્સ રાજ્યના વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતરમાં યોગદાન આપશે, એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

ભરતી પ્રક્રિયામાંBRSની ડિગ્રી મેળવેલ વિદ્યાર્થીઓને B.Aસમકક્ષ ગણવામાં આવશે
રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં ચાલતી શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં ઇછજની ડિગ્રી મેળવેલ વિદ્યાર્થીઓને ઇ.અ સમકક્ષ ગણવામાં આવતાં નહોતાં. પરંતુ હવે આગામી ગ્રાન્ટેડ ભરતીમાં પણ ઇછજની ડિગ્રી ધરાવતા શિક્ષકોને ઇ.અ સમકક્ષ ગણવામાં આવશે. તે ઉપરાંત ગણિત અને વિજ્ઞાનના વિષયમાં ઇજઈ અને ખજઈની કેટલીક શાખાઓને માન્ય ગણવામાં આવતી નહોતી. જ્યારે હવે આ વિષય માટે ઇજઈ અને ખજઈની કોઈપણ શાખાનો વિદ્યાર્થી અરજી કરી શકશે.
રાજ્યમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પૈકી જે માધ્યમમાં ટાટની પરીક્ષા પાસ કરી હશે તે માધ્યમની ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જ શિક્ષક તરીકેની નિમણૂંક મેળવવા માટે પાત્ર ઠરશે. કૃષિ અને ઉત્તર બુનિયાદી માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક તરીકે નિમણૂંક માટેની ટાટની પરીક્ષા માત્ર ગુજરાતી માધ્યમમાં જ યોજવામાં આવશે.
ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી અંગેના નવા નિયમો ઘડવામાં આવ્યાં છે. વર્ષ 1976માં ધોરણ 11 અને 12 ઉચ્ચતર માધ્યમિક તરીકે અસ્તિત્વમાં આવ્યું તે સમયે તેના કોઈ નિયમો ઘડવામાં નહોતા આવ્યા.
જેથી ઉચ્ચતર માધ્યમિકની ભરતી વખતે કોઈ ઉમેદવાર કોર્ટમાં જાય ત્યારે શિક્ષણ વિભાગને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડતી હતી. જેથી હવે 45 વર્ષ બાદ ધોરણ 11 અને 12ના માટેના નિયમો ઘડવામાં આવ્યાં છે.

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર તા. 13
રાજ્યમાં બિનસરકારી અનુદાનિત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 5700 શિક્ષણ-સહાયક અને બિનસરકારી અનુદાનિત કોલેજોમાં 927 અધ્યાપક-સહાયકોની ભરતી કરાશે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ તેમજ ઉચ્ચતર-માધ્યમિક શિક્ષણક્ષેત્રે રોજગાર અવસર દ્વારા કારકિર્દી ઘડતર માટે સમગ્રતયા 6616 જેટલી નવી ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે એવી માહિતી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન રાજ્ય સરકારે યુવાનોને શૈક્ષણિક ક્ષેત્રે વ્યાપક રોજગાર આપવા સાથે શિક્ષણ સુવિધાઓનો વ્યાપ વિસ્તારવાના ઉદાત્ત ભાવથી આ નવી ભરતીનો નિર્ણય કર્યો છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે 3382 શિક્ષણ-સહાયકોની ભરતી થવાની છે એની વિગતો આપતાં કહ્યું હતું કે અંગ્રેજી વિષય માટે 624, અકાઉન્ટ એન્ડ કોમર્સ વિષય માટે 446, સોશિયોલોજી વિષય માટે 334, ઇકોનોમિક્સ વિષય માટે 276, ગુજરાતી વિષય માટે 254 તેમજ અન્ય વિષયોના શિક્ષણ-સહાયકોની ભરતી થશે. એ જ પ્રમાણે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન વિષય માટે 1037, અંગ્રેજી વિષય માટે 442, સામાજિક વિજ્ઞાન વિષય માટે 289, ગુજરાતી વિષય માટે 234 તેમજ અન્ય વિષયો માટેની મળી કુલ 2307 શિક્ષણ-સહાયકોની ભરતી કરાશે.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ નિર્ણયની વિસ્તૃત ભૂમિકા આપતાં કહ્યું હતું કે રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોમાં કેન્દ્રીયકૃત રીતે 927 અધ્યાપક-સહાયકોની ભરતી કરવામાં આવશે. રાજ્યની કોલેજોમાં વિવિધ 44 જેટલા વિષયો માટે 927 અધ્યાપક-સહાયકોની સેવા આ ભરતી પૂર્ણ થતાં મળતી થશે, એમ પણ શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ