ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી ટીમમાંથી જીતુ વાઘાણી ‘આઉટ’

મંગુભાઇ પટેલ, ભરતસિંહ પરમાર અને શંભુ પ્રસાદ ટુંડિયા પણ બાકાત

13 સભ્યની પાર્લમેન્ટરી બોર્ડની ટીમ
ક્રમ નામ જવાબદારી
1 સી.આર.પાટીલ પ્રદેશ-પ્રમુખ
2 વિજય રૂપાણી મુખ્યમંત્રી
3 નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી
4 પુરુષોત્તમ રૂપાલા સભ્ય
5 આર.સી.ફળદુ સભ્ય
6 સુરેન્દ્ર પટેલ સભ્ય
7 ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સભ્ય
8 જસવંતસિંહ ભાભોર સભ્ય
9 ભીખુભાઈ દલસાણિયા સભ્ય
10 રાજેશભાઈ ચૂડાસમા સભ્ય
11 કાનાજી ઠાકોર સભ્ય
12 ડો. કિરીટભાઈ સોલંકી સભ્ય
13 પ્રદેશ-પ્રમુખ મહિલા મોરચો સભ્ય

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર તા.21
રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપની નવી 13 સભ્યની પાર્લમેન્ટરી બોર્ડની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભાજપના પ્રદેશ-પ્રમુખ સહિત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ ઉપરાંત ભાજપના પૂર્વ પ્રદેશ-પ્રમુખ જિતુ વાઘાણીની આ નવી ટીમમાંથી બાદબાકી કરવામાં આવી છે. એ ઉપરાંત મંગુ પટેલ, ભરતસિંહ પરમાર, શંભુ પ્રસાદ ટુંડિયાને પડતા મૂકવામાં આવ્યા છે. બીજી તરફ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, આર,સી, ફળદુનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પહેલાં 7 જાન્યુઆરીએ પાટીલે જાહેર કરેલી નવી ટીમમાં પાંચ મહામંત્રી, સાત પ્રદેશ ઉપાધ્યક્ષ જ્યારે 8 પ્રદેશમંત્રી તથા એક ખજાનચી અને એક સહખજાનચીની નિમણૂૂક કરાઇ હતી. આ સંગઠનમાં છ મહિલા નેતાઓને તક મળી છે. આ સંગઠન માળખામાં ભીખુભાઇ દલસાણિયા, ભાર્ગવ ભટ્ટ અને રજની પટેલને મહામંત્રી બનાવાયા છે. તો ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા તથા મંત્રીપદે ઝવેરી ઠકરાર અને પંકજ ચૌધરીને મંત્રીપદે રાખવામાં આવ્યા હતા.
જ્ઞાતિ દીઠ કોને કેટલું સ્થાન ?
આનંદીબહેન પટેલ રાજ્યપાલ થવાના કારણે કપાયા છે. તો મહિલા મોરચામાં જે પ્રમુખ બનશે તેનો સમાવેશ કરવામાં આવશે. પાર્લામેન્ટરીની નવી ટીમમાં 5 પટેલ, 1 કોળી ,1 ઠાકોર ,1 દલિત ,1 ક્ષત્રિય, 1 આદિવાસી અને એક મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. 13 પૈકી 4 સાંસદને સામેલ કરાયા છે.

રિલેટેડ ન્યૂઝ