ચોટીલાનાં ગાંધીબાગ બે દિવસમાં પાંચ મૃત પક્ષી મળી આવ્યાં: બર્ડ ફ્લૂની આશંકા!?

મૃત પક્ષી ખાવાથી શ્ર્વાનના પણ મોત, વન વિભાગ દ્વારા તપાસ

ચોટીલા તા.21
ચોટીલા ગાંધીબાગ માંથી બે દિવસમાં પાચ મૃત પક્ષી મળી આવતા લોકોમા ફફડાટ ફેલાયો છે અને બર્ડ ફ્લૂ ની દહેશત વચ્ચે કોઈ રોગચાળો નથી ને તે જાણવા વન વિભાગે કબ્જો લઈ પીએમ માટે તજવીજ હાથ ધરી છે.
ચોટીલાના ગાંધીબાગ માં પાણીના નજીક આવેલ ઝાડ ઉપર થી છેલ્લા કેટલાક દિવસોથી બગલાઓ મરેલા પડતા હતા જેને ખાવા થી કુતરા ગલૂડિયાનાં મોત નિપજતા પાલિકાના વોટર વર્કસ સુપરવાઈઝર મૃતક બગલા અંગે જાણ કરતા વન વિભાગના એ. બી. જાડેજા, ભરતભાઈ સોલંકી એ બે દિવસમાં પાચ મૃત બગલા અને એક ઈજાગ્રસ્ત ને કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે.
ત્રણ ચાર દિવસથી થતા પક્ષીઓના મોત અને તેને ખાવા થી થયેલ શ્ચાનનાં મોત થી ફફડાટ મચેલ છે ત્યારે બર્ડ ફ્લૂ ની અસર નથી ને? પક્ષીમા કોઇ રોગ નથી આવ્યો ને તેવી પણ આશંકા ભર્યા સવાલ ઉદ્ભવે છે.
આ અંગે આર એફ ઓ જે.એમ.સરવૈયા એ જણાવેલ છે કરતા કે વેટરનરી ડોકટરના કહેવા મુજબ બે પક્ષી ના મોત દશ બાર દિવસ પહેલા થયેલ છે.
અને અન્યનાં તાજા છે હાલ સેમ્પલ લેવામાં આવશે પીએમ પૃથકરણ આવે પછી મોતનું સાચુ કારણ જાણવા મલશે.
પાલિકા કર્મચારીના અહીયા આંટાફેરા હોય છે જેને પક્ષી મરતા અને ખાઇ જતા શ્ચાનના મોત જોવામાં આવતા સામાજીક કાર્યકર ને જાણ કરતા આ ઘટના બહાર આવી
પક્ષીઓના મોત અંગે વન વિભાગને સામાજીક કાર્યકરે જાણ કરતા અધિકારી દ્વારા આ વાત સ્વીકારવાને બદલે વિવાદાસ્પદ વાત કરી અસંવેદનશીલતા દાખવી અણછાજતી વાત કરેલ જે વિભાગ માટે ખેદ જનક છે આ અંગે તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરનાર છે અને અધિકારી દ્વારા ઘટધા અંગે કરાયેલ વાત નો ઓડીયો જાહેર કરતા મામલો પંથકમાં ચર્ચાનો વિષય બનેલ છે.

રિલેટેડ ન્યૂઝ