રાજકોટના 59 સહીત 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં નવા 116 કેસ નોંધાયા : પોરબંદરમાં એકપણ કેસ નહિ
સરપંચ સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ગત રવિવારે રાજકોટમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને મોટામવામાં સરપંચ સંમેલન મળ્યું હતું. જેમાં વર્તમાન કોરોનાની સ્થિતિમાં સંમેલન ન કરવાની સરકાર તેમજ કોર્ટનો આદેશ છે. તેમજ રાજકોટમાં 200થી વધુ લોકો એકત્ર ન થવા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરેલું છે. આમ છતાં સરપંચ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. આ સંમેલનમાં સ્ટેજ પર હાજર જિલ્લા ભાજપ મંત્રી મનસુખભાઇ રામાણી અને પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલિયાનો બુધવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બન્ને નેતાઓ સાથે અનેક આગેવાનો પણ સ્ટેજ ઉપર હાજર હતા.
(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.21
રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં કોરોનાથી મૃત્યુદરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી કોરોનાથી મૃત્યુદર ફરી નીચો ગયો છે આજે સૌરાષ્ટ્ર કચ્છમાં 24 કલાકમાં 3 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે જેમાં જામનગરમાં 2 અને રાજકોટમાં 1 દર્દીનું મૃત્યુ થયું હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે
સૌરાષ્ટ્ર કચ્છમાં કોરોનાથી થતા મૃત્યુદરમાં ઘટાડા સાથે પોઝિટિવ કેસોમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા 24 કલાકમાં નવા 116 કેસો નોંધાયા છે જેમાં રાજકોટમાં સૌથી વધુ 59 કેસ નોંધાયા છે આ ઉપરાંત જામનગરમાં 7, સુરેન્દ્રનગરમાં 1, ભાવનગરમાં 7, જૂનાગઢમાં 10, દ્વારકામાં 2, મોરબીમાં 8, સોમનાથમાં 6, અમરેલીમાં 6 અને કચ્છમાં 10 કેસ નોંધાયા છે જયારે પોરબંદરમાં સતત પાંચમા દિવસે એકપણ કેસ નહિ નોંધાતા તંત્રએ પણ રાહતનો શ્વાશ લીધો છે પોઝિટિવ કેસોની સંખ્યામા ઘટાડો થતો હોવાથી તંત્રએ પણ રાહતનો શ્વાશ લીધો છે
જામનગરમાં બે મોત, સાત કેસ
જામનગર માંથી કોરોના વાયરસ વિદાય લઈ રહ્યો હોય તેમ છેલ્લા બે દિવસ થી છ થી સાત કેસ જ નોંધાઈ રહ્યા છે. સરકારી કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાક દરમિયાન બે દર્દીનું મૃત્યુ થયું છે, જ્યારે આજે 17 દર્દીઓ ને રજા આપવા માં આવી હતી જામનગર ની સરકારી જી જી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ વોર્ડમાં બે દર્દી નું મૃત્યુ થયા હતા જામનગર માં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે . જામનગર શહેર માં આજે 4 કેસ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તાર માં આજે માત્ર 3 પોઝિટિવ કેસ નોઁધાયા હતા. જે ગઈકાલે છ પીઝિટિવ કેસ નોંધાયા હતા. આમ નવા કેસની સંખ્યા માં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જામનગર શહેર ના 10 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ છે. જ્યારે ગ્રામ્ય 5 મળી કુલ 7 દર્દીઓ ને રજા મળી છે. સમગ્ર જિલ્લાભરમાં અત્યાર સુધીમાં કુલ 3,68,863 લોકો નું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં જામનગર શહેરના 204936 જ્યારે જામનગર ગ્રામ્ય નાં 1,64,927 લોકોનું પરીક્ષણ કરી લેવામા આવ્યું છે.
ભાવનગરમાં 7 કેસ
ભાવનગર જિલ્લામા આજરોજ 7 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,018 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 7 પુરૂષ મળી કુલ 7 લોકોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના 6 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા 6,018 કેસ પૈકી હાલ 31 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 5,911 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.
દ્વારકામાં બે કેસ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ એકમાત્ર દ્વારકા તાલુકામાં જ બે કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો છે. જ્યારે અન્ય ત્રણ તાલુકામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. આ વચ્ચે આજે છ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાલ 24 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે.
પોરબંદરમાં એક પણ કેસ નહીં
પોરબંદરમાં પાંચ દિવસ પછી કોરોનાનો એક કેસ પોઝીટીવ નોંધાયો છે. પોરબંદરમાં કોરોના રસીકરણ શરૂ થયા પછી ચાર દિવસ સુધી એકપણ કેસ પોઝીટીવ આવ્યો ન હતો પરંતુ પાંચમા દિવસે 490 ટેસ્ટ થયા હતા જે પૈકી બળેજ ગામના રર વર્ષીય યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આવતા સારવાર માટે કોવિડ હોસ્પિટલે લવાયો છે. જીલ્લામાં કુલ 91264 ટેસ્ટ થયા છે તે પૈકી 956 લોકો કોરોના પોઝીટીવ નોંધાયા છે, 936ને ડીસ્ચાર્જ કરી દેવાયા છે, 103 મોતને ભેટયા છે જયારે કોવિડ હોસ્પિટલમાં પાંચ સહિત કુલ ર3 દર્દીઓમાં કોરોના એકટીવ હોવાનું જાણવા મળ્યું છે.