ભાજપમાં હવે કંઇ ના ખૂટે !

રાજપીપળાના સમલૈંગિક રાજવી માનવેન્દ્રસિંહ સહિત 50થી વધુ ટ્રાન્સજેન્ડર્સ ભાજપમાં જોડાયા

(પ્રતિનિધિ દ્વારા)
વડોદરા તા. 27
ગુજરાતના રાજકારણમાં આજે એક અનોખી ઘટના બની છે. સમાજની ત્રીજી જાતિ એટલે કે ટ્રાન્સજેન્ડર લોકો ભાજપમાં જોડાયા છે. રાજ્યભરમાંથી આવેલા 50 જેટલા ટ્રાન્સજેન્ડર આજે ભાજપમાં જોડાયા છે. તો રાજપીપળાના રાજવી માનવેન્દ્ર સિંહ પણ ભાજપના સભ્ય બન્યા છે. તમામ ટ્રાન્સજેન્ડરોનું ભાજપના કાર્યાલય ખાસે પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ છે. આ સાથે રાજકીય પાર્ટીઓમાં સામેલ થવાની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. આ કડીમાં આજે વડોદરામાં ટ્રાન્સજેન્ડર લોકો ભાજપમાં જોડાયા હતા. 50થી વધુ ટ્રાન્સજેન્ડરોએ ખેસરયો ધારણ કર્યો છે. જેમાં સૌથી મોટુ નામ રાજપીપળાના રાજવી માનવેન્દ્ર સિંહનું છે. તેઓ પણ ભાજપના સભ્ય બની ગયા છે.
ભાજપના વડોદરા ખાસે કાર્યાલયમાં શહેર પ્રમુખની આગેવાનીમાં કિન્નર સમાજના લોકો ભાજપમાં જોડાયા હતા. રાજપીપળાના રાજવી સહિત 50થી વધુ રાજ્યભરના ટ્રાન્સજેન્ડરો ભાજપમાં સામેલ થયા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે તેમને જુદી-જુદી જવાબદારી સોંપવામાં આવશે. આજે જોડાયેલા કિન્નર સમાજના લોકોને પેજ સમિતિ અને પેજ પ્રમુખમાં સ્થાન આપવામાં આવશે.

ટિકિટ આપશે તો ચૂંટણી પણ લડીશું
વડોદરા: આજે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજય શાહ દ્વારા ટ્રાન્સજેન્ડર સમુદાયના અગ્રણી અને રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ ગોહિલની હાજરીમાં વડોદરાના અનેક ટ્રાન્સઝેન્ડરને ભાજપમાં જોડાવા માટે આમંત્રિત કર્યા હતા. 50થી વધુ ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોએ ભાજપનો ખેસ ધારણ કરીને પેજ સમિતિના ફોર્મ ભર્યા હતા.
રાજકીય ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી કાનૂની દરજ્જો મેળવ્યા બાદ ત્રીજા સમુદાયને પુરુષ અને સ્ત્રી સમુદાયની જેમ જ સમાન સ્થાન મળે તે માટે પ્રયત્નો કરવા ભાજપના સક્રિય કાર્યકર તરીકે જોડાયા હતા. જ્યારે તમામ ટ્રાન્સજેન્ડર દ્વારા ભાજપનો ખેસ ધારણ કરીને વિધિવત ભાજપના કાર્યકર તરીકે સ્થાન મેળવ્યું હતું.
રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે અમારો સમુદાય ભાજપ સાથે જોડાયો છે અને આગામી દિવસોમાં પણ હજી ઘણા લોકો જોડાશે. ભાજપે અમારા સમુદાય માટે સારી કામગીરી કરી છે અને ટ્રાન્સજેન્ડરને પણ ચૂંટણી લડવાનો હક છે અને આગામી દિવસોમાં ચૂંટણી લડશે.

રિલેટેડ ન્યૂઝ