કિસાન સંઘની કલેકટર કચેરીની બેઠક મોકુફ

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.27
આજે બુધવારે જિલ્લા કલેકટર કચેરીમાં ભારતીય કિસાન સંઘના નેતાઓએ પડતર પ્રશ્ર્ન મુદ્દે કલેકટર સાથે બેઠક યોજવા માટે ગયા હતા. જોકે આચાર સહિંતાના કારણે બેઠક રદ કરી દેવામાં આવતા કિસાન નેતાઓ માત્ર લેખિત રજૂઆત સોંપી રાબેતા મુજબ પાછા આવી ગયા હતા.
ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લા ટીમ તેમજ દરેક તાલુકાના કાર્યકર્તાઓ રાજકોટ કલેકટર કચેરીએ કલેકટર તેમજ દરેક વિભાગના અધિકારીઓ સાથે પ્રશ્ર્નોને લઈને મીટીંગ માટે ગયા હતા. આ તબકકે દિલીપ સખિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોના અનેક પ્રશ્ર્નો સરકાર સમક્ષ પેન્ડિંગ છે.
કિસાન સંઘની રજૂઆતો છતાં કલેકટર સાથેની છેલ્લી મીટીંગમાં મેઈન પ્રશ્ર્નો કે જેનો હજી સુધી નિકાલ આવેલ નથી. જેમ કે ત્રણ-ત્રણ વર્ષથી રજૂઆત કરવામાં આવે છે. ચેકડેમ / તળાવોને ઊંડા / રીપેરીંગ / નવા બનાવવાની રજૂઆત કરવા છતાં નહીવત બરાબર કામ થતુ નથી. અલગ અલગ વિભાગ હોવાના કારણે અધિકારીઓ અને ખેડૂતો બધા હેરાન થાય છે.
2967 ચેકડેમનો ખેડૂતો દ્વારા સર્વે કરીને રીપોર્ટ આપેલ હોવા છતાં ત્રણ વર્ષની અંદર 10%નું પણ કામ થયેલ નથી. જેતપુર ઉદ્યોગનું કેમિકલ વાળુ પાણી ભાદર નદીના ડેમના પાણીને ખરાબ કરે છે. તો તેનું નિવારણ હજુ સુધી આવેલ નથી. દરેક જગ્યાએ કોઈ પણ પ્રકારના માપ મુજબ સ્પીડ બ્રેકર બનાવેલ છે. તો તેને નિયમ મુજબ બનાવવા. આજુ બાજુના ગામડા રસ્તા રીપેરીંગ કરવાના છે. રોઝ, ભૂંડ, આખલા ખેતીને નડતરરુપ છે. વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કેમ કોઈ નિકાલ નથી આવતો. ગામડાઓની અંદર જતા દરેક શિક્ષિત અધિકારીને ફરજિયાત ગામડે રેવાનું છે. અત્યારથી સૌની યોજના ચાલુ કરીને ખાલી થયેલ ડેમ તાત્કાલિક ભરવા.

રિલેટેડ ન્યૂઝ