હિંસાને કારણે રાજકોટનું ખેડૂત આંદોલન રદ થયું

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા,27
દિલ્હી ખાતે ખેડૂતોએ યોજેલ ટ્રેક્ટર પરેડમાં હિંસા બાદ રાજકોટમાં બુધવારે યોજાનાર ખેડૂત સંમેલનને પોલીસે મંજૂરી ન આપતા તથા દિલ્હીની ઘટનાને ધ્યાનમાં રાખતા ઉપસ્થિત તમામ આગેવાનો સાથે ચર્ચા વિચારણા બાદ સંમેલન મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરને સંબોધી અરજદાર પાલભાઇ રામભાઇ આંબલીયાએ (ગુજરાત કિશાન સંઘર્સ સમિતિ ક્ધવીનર) તા. 27 જાન્યુઆરીના રોજ નવા 150 ફુટ રીંગ રોડ, લાયન કીંગ વોટર પાર્ક સામે આવેલ ખેતરમાં સૌરાષ્ટ્રના ખેડૂતોને જાગૃતી માટે સભાનું આયોજન કરવાના હોય જે બાબતે મંજૂરી મેળવવા અરજી કરી હતી. સભામાં હાલમાં કૃષી અંગે ત્રણ કાયદા પસાર થયેલા હોય જે અંગે માર્ગદર્શન તથા જાણકારી આપવાના ઇરાદે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના આગેવાનો ખેડૂતો હાજર રહેવાના હતાં અને આ સભા રાજકીય ન હોય અને ફક્ત ખેડૂતોમાં જાગૃતી લાવવા આ સભાનું આયોજન કરવાનું હતું અને સભા દરમ્યાન કોઇ સુત્રોચારો કરવાના ન હતા અને હાલમા કોરોના વાઇરસ અન્વયે સરકાર તરફથી આપવામાં આવેલ ગાઇડલાઇનું સંપુર્ણ પાલન કરવાનું હોવાથી સભા અંગે મંજૂરી આપવામા આવેલ હતી. પરંતુ તાજેતરમાં દિલ્હી ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી ખરાબ થતાં તેમજ હાલમાં ગુજરાતમાં આચારસંહીતા અમલમા હોય તેમજ આ સભામાં રાજકીય વ્યક્તિ બીન રાજકીય મંચ ઉપર ભેગા થાય તો આચારસંહીતાનો ભંગ થવાની પુરી શક્યતા હતી.તેમજ અરજદાર પાસેથી સભામાં આવનાર ખેડૂતો ક્યા ક્યાથી આવનાર છે તેમજ વાહનો તેમજ તેના નંબરોની માહિતી પુરી પાડવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ તેવી કોઇ માહિતી આયોજકો તરફથી પુરી પાડવામાં આવી ન હતી. જેથી ગુજરાત કિશાન સંઘર્ષ સમિતી જે સભાનું આયોજન કરવાના હોય તેની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને ધ્યાને રાખી મંજૂરી રદ કરવામાં આવેલ છે અને જે મંજૂરી રદ કરવામાં આવેલ હોય જે બાબતે ગુજરાત કિશાન સંઘર્ષ સમિતીના આગેવાનોને રૂબરૂ બોલાવી તેઓને મંજૂરી રદ કરેલ તે બાબતેની જાણ કરવામાં આવેલ હતી.

રિલેટેડ ન્યૂઝ