સૌરાષ્ટ્ર-કચ્છમાં ગગડતું તાપમાન: ફરી કાતિલ ઠંડીના દૌરનું આગમન

નલીયા, પોરબંદર, જામનગર, રાજકોટ સહિતના સ્થળે એક આંકડામાં નોંધાઈ ઠંડી
રાજકોટ,તા.27
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી એક્વાર ઠંડીનો ચમક્ારો જોવા મળી રહૃાો છે. જો ક્ે હવામાન વિભાગ દ્વારા હજી પણ બે દિૃવસ સુધી ઠંડીનો ચમક્ારો યથાવત્ત રહેવા અથવા તો વધવાની આગાહી ક્રી છે. ક્ચ્છ, સૌરાષ્ટ્ર, પોરબંદૃર, ભાવનગરમાં સૌથી વધારે અસર જોવા મળશે તેમ જણાવ્યું હતું. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નાલિયામાં 3 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદૃાવાદૃમાં 10 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. ગાંધીનગરમાં 8, રાજક્ોટ, ક્ેશોદૃ, પોરબંદૃર અને અમરેલી સહિત સૌરાષ્ટ્રનાં અનેક્ વિસ્તારોમાં 9 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે.
હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિૃવસ સુધી હજી પણ ઠંડા પવનો ફૂંક્ાવાને ક્ારણે ઠંડીનો ચમક્ારો જોવા મળશે. ક્ચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ક્ડક્ડતી ઠંડી પડી શક્ે છે. જામનગર માં છેલ્લા બે ચાર દિવસ મથી તાપમાન નો પારો 8 થી 9 ડીગ્રી એ સ્થિર રહેતા ઠંડી નું સામ્રાજ્ય થથવાત જળવાયું છે.આજે પણ ન્યૂનતમ તાપમાન 9 ડીગ્રી નોંધાયું હતું. જામનગર માં છેલ્લા બે દિવસ માં તાપમાન નો પારો નીચે તરફ સરકી ને સ્થિર થયો છે .
આજે પણ ન્યૂનતમ તાપમાન 9 ડીગ્રી જ્યારે મહત્તમ તાપમાન ર6 ડીગ્રી નોંધાયું હતું. તાપમાન માં થયેલા ઘટાડા ના પગલે જામનગર પંથક માં લોકો થરથરી ઉઠ્યા હતા. અને ઠંડી થી બચવા માટે લોકોએ ગરમ વસ્ત્રો, અને તાપણા નો સહારો લીધો હતો. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ 65 ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 10 થી 1પ કિ.મી.ની રહેવા પામી હતી.

રિલેટેડ ન્યૂઝ