ગોંડલ યાર્ડમાં ડુંગળી અને લાલ મરચાથી અઢળક આવક

800થી 3300 સુધી ભાવ ખેડૂતોને મળ્યા

(પ્રતિનિધિ દ્વારા)
ગોંડલ તા.27
યાર્ડ માં મરચાની 55 હજાર જેટલી ભારીની આવક થતા યાર્ડ મરચાથી ઉભરાયું હતું. જેને લઈ સત્તાધીશો દ્વારા મરચાની આવક બંધ કરાઈ હતી. મરચાની હરરાજીમાં 800 /- થી લઈને 3300 /- સુધી ના ભાવ બોલાયા હતા. ડુંગળીના 1 લાખ કટ્ટાની આવક થઈ હતી. ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 250/- થી લઈને 450/- સુધીના બોલાયાં હતા અઢળક આવકને પગલે ડુંગળી ની આવક બંધ કરવાની ફરજ પડી હતી.

રિલેટેડ ન્યૂઝ