સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રજાસત્તાક દિન પર્વે આન-બાન-શાનથી તિરંગો લહેરાયો

દેશદાઝની ભાવનાથી સૌરાષ્ટ્રના વિવિધ શહેરો-ગામોમાં ધ્વજવંદન કરાયું: સરકારી કચેરીઓ, વિવિધ સંસ્થાઓ, કોલેજો-શાળાઓમાં ધ્વજ ફરકાવાયો: પ્રજાસત્તાક દિન પર્વે ધ્વજવંદન ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, માન-સન્માન, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.27
સૌરાષ્ટ્રભરમાં 72માં પ્રજાસત્તાક દિન પર્વની દેશદાઝની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્વજવંદન ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ, સન્માન સમારંભ સહિતના વિવિધ આયોજનો થયા હતા સરકારી કચેરીઓ, વિવિધ સંસ્થાઓ, શાળા-કોલેજોમાં પ્રજાસત્તાક દિન પર્વે દેશભક્તિનો માહોલ છવાયો હતો.
વડિયા
સમગ્ર ભારત માં 26મી જાન્યુઆરી ને પ્રજાસતાક પર્વ તરીકે રાષ્ટ્રીય તહેવાર ના રૂપ માં ઉજવવામાં આવે છે. ત્યારે 72માં પ્રજાસતાક પર્વ નિમિતે વડિયા માં તાલુકા કક્ષાનો પ્રજાસતાક પર્વ નવનિયુક્ત મામલતદાર ડોડીયા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. વડિયા ગ્રામપંચાયત સંચાલિત સુરગવાળા હાઈસ્કૂલ ના પટાંગણ માં કોરોના ગાઈડ લાઈન ના પાલન સાથે કોરોના કાળ માં સરકાર ની ગાઇડલાઇન મુજબ યોજાયો હતો.
જામકંડોરણા
જામકંડોરણામાં 72માં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાથી ઉજવણી જામકંડોરણા તાલુકા શાળા ખાતે કરવામાં આવી હતી. જામકંડોરણા મામલતદાર વી.આર.મુળિયાસીયાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પોલીસ પરેડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલુકા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ભચાઉ
ભચાઉ શહેર ના નવિભચાઊ વિસ્તાર મધ્યે 26 જાન્યુઆરી 2001 ના મહા ભુકંપ મા ધ્વજ વંદન સમય સહીંદ થયેલ 28 બાળકો તેમજ વઙીલો ની યાદ મા બનાવેલ સ્મારક પર રાષ્ટ્રીય પર્વ ના અવસરે વિકાસભાઈ રાજગોરના હસ્તે ધવ્જ વંદન કરવામાં આવ્યું સાથે પવિણસિંહ જાઙેજા, શાળા ના આર્ચય કૈલાસબેન પટેલ, વિજયભાઈ, ખીમજીભાઈ પ્રજાપતિ ગ્રામજનો તેમજ વિદ્યાર્થી ઓ દ્રારા દિપ પ્રજવલિત કરી સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
ભાવનગર
ભારતનગર વેપારી એસોસિએશન ગાંધીધામ દ્વારા 72 માં ગણતંત્રણ દીવસ ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એસોસિએશન ના પ્રમુખ કમલેશ સોની દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો, સેક્રેટરી સુનીલ પારવાણી દ્વારા સૌને ગણતંત્ર દિવસ ની શુભકામનાઓ આપી, સૌને સ્વચ્છ ભારતનગર મારી જવાબદારી ના સંકલ્પ લેવડાવ્યા તથા વીતેલા કોરોનાકાલ માં આ જગત થી અકાળે વિદા થયેલ સર્વે આત્માઓ ની શાંતિ અર્થે પ્રાથના કરવામાં આવી હતી.
દીવ
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પદ્મભૂષણ ગ્રાઉન્ડમાં દીવ કલેકટર સલોની રાયના હસ્તે ધ્વજવંદન, રાષ્ટ્ર ગીત બાદ પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.
સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આસી. ડાયરેકટર ઓફ એજ્યુકેશન દિલાવર મનસુરીએ સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા દીવમાં ધ્વજવંદન કર્યું.
જામનગર
જામનગર ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ માં 72 મા પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયા ના હસ્તે ધ્વજવંદન કરવા માં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કર્યા પછી મંત્રી એ જામનગર પોલીસદળ, હોમગાર્ડ, એન.સી.સી. વગેરે ના જવાનો ની માર્ચપાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું તેમજ માર્ચ પાસ્ટમાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરેલને પુરસ્કૃત કર્યા હતા.
કલેકટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક દિપેન ભદ્રન, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ, અગ્રણીઓ, વરિષ્ઠ નાગરિકો, સ્થાનિક પ્રજાજનો, પત્રકારો વગેરે ઉપસ્થિત રહયા હતા.
વાલસુરા
જામનગર ના વાલસુરા નેવી મથક ખાતે જામનગર ના પૂર્વ સૈનિકો સાથે ચાય પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું 72 માં ગણતંત્ર દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં 32 પૂર્વ સૈનિકો જોડાયા હતા. આ પ્રસંગે નેવી ના ઉચ્ચઅધિકારીઓ , કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને વર્તમાન કઠીન સમય માં પૂર્વ સૈનિકો ની તબિયત ના હાલ ચાલ જાણી શુભેચ્છા ઓ પાઠવી હતી.
જામનગર: ધારાસભ્યના હસ્તે ધ્વજવંદન
જામનગર માં પ્રજાસત્તાક પર્વ આન બાન અને શાન થી ઉજવણી કરવામાં આવી હતી .જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય માં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા કોંગ્રેસ અગ્રણી યુસુફભાઈ ખફી, કોંગ્રેસ ના અન્ય આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
મોટાદડવા
મોટાદડવા એમ.ડી વખારિયા હાઇસ્કુલ ખાતે પ્રજાસતાક પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી જેમા સોશ્યલ ડીસટન્ટ માસ્ક સાથે જોવા મળ્યા હતાં આ તકે મોટાદડવા સરપંચ ભુપતભાઈ વાળા શિક્ષણવીદ બાબાસાહેબ વેગડા, જગાભાઈ સુંસરા સતીષભાઈ મેવાડા તેમજ મોટાદડવા હાઇસ્કુલ ના આચાર્ય દિલીપભાઈ લાવડિયા, શિક્ષકો આચાર્યો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતાં.
ધ્રોલ
ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન એમ. પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. આ પ્રસંગે નગરપાલિકાના તમામ સદસ્યો, કર્મચારીગણ તથા આગેવાનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે ચીફ ઓફિસર ધર્મેશભાઈ ગોહેલે પ્રજાસત્તાક પર્વે શુભેચ્છા પાઠવી હતી.
માંગરોળ
માંગરોળ કોર્ટ કમ્પાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે 72 માં પ્રજાસતાક દીન નિમિત્તે માંગરોળ સિવીલ જજ પંડયા સાહેબ દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરવામાં આવેલ આ ધ્વજ વંદન કાર્યક્રમ માં કોર્ટ સ્ટાફ ગણ, પોલીસ જવાનો, તેમજ વકીલ મંડળ ઉપસ્થિત રહ્યા હતા.
માંગરોળ: વિહીપ
માંગરોળ લીમડા ચોક ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા 72 માં પ્રજા સતાક દિવસ ના રોજ ભારત માતા નાં પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં દેશ ભક્તો દ્વારા ભારત માતા નું પૂજન કરવામાં આવ્યું હતું અને ભગવતી સ્વીટ વાળા કૌશિકભાઈ જોષી દ્વારા મિઠાઇ નો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો આ કાર્યક્રમ સફળ બનાવવા વિશ્વ હિંદુ પરિષદ નાં કમલેશભાઈ ગોહેલ એ જહેમત ઉઠાવી હતી.
ગોંડલ
સરસ્વતી શિશુમંદિર ગોંડલ માં 72 માં પ્રજાસતાક દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી, જેમાં ધ્વજવંદનમાં અતિથિ તરીકે ચંદ્રકાંતભાઈ પટેલ (પ્રમુખ ઉધોગ ભારતી), ભદ્રારાજસિંહ પી.એસ.આઈ ગોંડલ ઉપસ્થિત રહ્યા હતા, ધ્વજવંદન ની સાથે કોરોના માં પોતાની ફરજ નિષ્ઠા બદલ ભદ્રારાજસિંહ ઝાલા ડો. શ્રદ્ધાબેન દેસાની ડો.પૂનમબેન ભાલોડી, ડો.ધર્મેશભાઈ ભાલોડી, ડો.ગાયાંત્રિબેન બાલધા આશા વર્કર મધુબેન જોશી નગરપાલિકા ના રવિ ભાઈ જોશી નું વિદ્યાલય ના વાલી તરીકે સન્માન કરવા માં આવ્યું હતું.
ગોંડલ: શ્રીજી હોસ્પિટલ
દેશભરમાં ચાલી રહેલ કોરોનાવાયરસ ની મહામારી સામેની લડાઈમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા પોતાના સ્વાસ્થ્ય કે પરિવારની ચિંતા કર્યા વગર જીવના જોખમે ઉમદા ફરજ બજાવનાર ગોંડલ શ્રીજી હોસ્પિટલના તબીબ ડોક્ટર પિયુષ સુખવાલા ને રાજકોટ ખાતે યોજાયેલ 72 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કોરોના યોદ્ધા સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા
ધોરાજી
ધોરાજી આદર્શ સ્કૂલ માં સેલ્ફ ફાઇનાન્સ એનસીસી ચાલી રહ્યું છે અને તેના ભાગરૂપે કવાયત પણ થતી હોય છે. 72માં ગણતંત્ર દિવસની ઉજવણી માટે આજરોજ બ્રિગેડિયર એસ એન તિવારી, ગ્રુપ કમાન્ડર, એનસીસી રાજકોટ – આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં ઉપસ્થિત હતા. ધવજ વંદન સાથે ભારત માતા નુ પુજન કરાયું હતું.
ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતેમંગળવારે 26 જાન્યુઆરી નિમિતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીના તથા જિલ્લા પોલીસ વડા સુનીલ જોશી તેમજ ડી.ડી.ઓ. જાડેજા દ્વારા જિલ્લામાં સુઝબુઝપૂર્વક વણઉકેલાયેલા ગુન્હાઓના ભેદ ઉકેલવા બદલ જિલ્લા એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડા, તેમજ એસ.ઓ.જી. વિભાગના મામદભાઈ બ્લોચનું ઉજવણી પ્રસંગે જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
વિસોત્રી
ખંભાળિયા તાલુકાના કબર વિસોત્રી ગામે આવેલી પ્રાથમિક શાળામાં 72 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં શાળાના પૂર્વ વિદ્યાર્થી અને આર્મીમેન કૃષ્ણપાલસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરપંચે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને આભારદર્શન શાળાના આચાર્ય રાજેશભાઈ ચાવડાએ કર્યું હતું.
ખંભાળિયા: પોલીસ ગ્રાઉન્ડ
72 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ખંભાળિયાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેવભૂમિ દ્વારકાના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ દેશની આન- બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી આપી માર્ચ પાસ્ટ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેકટરએ પ્રાસંગિક ઉદબોધન આપી કોરોના રસિકરણની સંપુર્ણ કામગીરી પુરી ન થાય ત્યાં સુધી કોરોના સામે તમામ તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા પોલીસ વડા સુનીલ જોશી, નિવાસી અધિક કલેકટર કે.એમ.જાની, ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલ તેમજ નગરજનો ઉપસ્થિત રહયા હતા.
ખંભાળિયા: નગરપાલિકા
રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી મહદ્ અંશે હોદ્દેદારો તથા અધિકારીઓ દ્વારા ધ્વજવંદન કરીને કરવામાં આવે છે. જ્યારે ખંભાળિયામાં પ્રથમ વખત સફાઈ કામદારના હસ્તે ધ્વજવંદન કરાવી અને અનોખી પહેલ કરાઈ હતી. ગણતંત્ર દિવસ નિમિત્તે મંગળવારે ખંભાળિયા નગરપાલિકા દ્વારા દર વખતની જેમ આ વખતે પણ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખંભાળિયા: શાળા
ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં આવેલી નવી વાડી પ્રાથમિક શાળા તથા વિજય ચેરીટેબલ હાઇસ્કુલ ખાતે મંગળવારે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ગણતંત્ર દિન નિમિત્તે શાળાના ધોરણ 10 તથા 12 ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની ઉપસ્થિતિમાં સાદગીપૂર્વક 26 મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઝંડાગીત, વંદે માતરમ, રાષ્ટ્રગાન વિગેરે ગાઈને શાળાના છાત્રા રિશીતા નકુમ તથા ઇલાબેન વાઢેરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
ભાટીયા
ભાટીયાની પી.આર.એસ. હાઈસ્કૂલમાં પ્રજાસત્તાક પર્વની સાદગીપૂર્વક રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ ભાટીયાના યુવા અગ્રણી અને પત્રકાર નિલેશભાઈ કાનાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ.
વઢવાણ: સુરેન્દ્રનગર
માનવ ધર્મ આશ્રમ રતનપર શાખા ખાતે 72 મા પ્રજાસત્તાક દિન ની ઉજવણી રૂપે મહાત્મા પ્રવીણા બાઇજી, સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ પરિષદ પ્રમુખશ્રી સુબોધ જોષી, સુરેન્દ્રનગર મહિલા પ્રિન્સેસ કલબ ટ્રષ્ટિ ઉન્નતિ બહેન ધર્મેન્દ્રભાઈ શાહ, અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ સુરેન્દ્રનગર શહેર પ્રમુખ સાગર ચામડીયા, ઉપપ્રમુખ સોમાભાઈ નાકીયા, સોનિયા બ્રિગેડ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ છનાલાલ બજવાણીયા, સમાજ અગ્રણી પ્રતાપભાઈ પરમાર, સુરેન્દ્રનગર -વઢવાણ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગિરિરાજ સિંહ ઝાલા વિગેરે ની ઉપસ્થિતમા ધ્વજવંદન કરવામા આવેલ હતું.
ગઢડા
ગઢડા(સ્વામિના) મુકામે તાલુકા કક્ષાએ 72 માં પ્રજાસત્તાક પર્વની પરંપરાગત ઉજવણી એમ.એમ હાઇસ્કૂલના પટાંગણમાં મામલતદાર શમહાવીર સિંહ ઝાલા ના વરદહસ્તે ધ્વજવંદન વિધિ અને પોલીસ પરેડ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પ્રસંગે મહાનુભાવો ની વિશેષ ઉપસ્થિતિમાં અનેકવિધ સામાજિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળાના મેદાનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવતા મહાનુભાવો તથા શાળા પરિવાર ના હસ્તે વૃક્ષ ઉછેર ની જવાબદારી સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જામ સલાયા
26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ પ્રસંગે સલાયા નગરપાલિકાના કમ્પાઉન્ડમાં સલાયા નગરપાલિકા પ્રમુખ જુલેખા અબાસ ભાયા તથા તેમના પતિ અબાસ ભાયા દ્વારા સંયુકત રીતે ધ્વજવંદન કરવામાં આવેલું.
સાવરકુંડલા
સાવરકુંડલા ના માનવ મંદિરે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. રાજુલાના સેવાભાવી યુવાન ઈરફાન ગોરીના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે નિવૃત પી એસ આઈ ધીરુભાઈ જોશી અને નિવૃત આર્મી જવાન અતુલ જાનીનું સન્માન કરાયું હતું.

રિલેટેડ ન્યૂઝ