રાષ્ટ્રભકિતના રંગે ગીર સોમનાથ જિલ્લામાં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી થઇ

ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવચન સહિતના કાર્યક્રમો યોજાશે

(પ્રતિનિધિ દ્વારા)
વેરાવળ / ગીર સોમનાથ તા. 27
જિલ્લામાં પ્રજાસત્તાક દિન પર્વની રાષ્ટ્રભકિતના ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ તકે ધ્વજવંદન ઉતરાંત વિવિધ કાર્યક્રમો, માન – સન્માન, પ્રાસંગિક પ્રવચન સહિતના આયોજનો થયા હતા.
શ્રી સોમનાથ મંદિર ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ, જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના કર્મચારી, એસ.આર.પી, જી.આર.ડી., પોલીસ જવાનો, ના.પોલીસ અધિક્ષકશ્રી સોમનાથ સુરક્ષા, ટ્રસ્ટના અધિકારીશ્રી વિગેરે જોડાયા હતા, ધ્વજવંદન ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી અને ટ્રસ્ટી-સેક્રેટરી શ્રી પ્રવિણભાઇ લહેરીના હસ્તે કરવામાં આવેલ હતું. ધ્વજવંદન બાદમાં ભારતમાતા અને સરદાર સાહેબને પૂષ્પાંજલી કરવામાં આવેલ હતી.
શિવ બંગ્લોઝ
વેરાવળમાં શ્રીપાલ સોસાયટી વિસ્તારમાં આવેલ શિવ બંગલોઝ ના સ્થાનીક રહેવાસીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી ધ્વજવંદન કરેલ હતું. દેશના શહિદો તેમજ કોરોનામાં મૃત્ય પામેલ મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
માધવપુર (ધેડ)
પોરબંદર : માધવપુર ઘેડ ના મધુવન જગલ માં 200 ફૂટ ઉંચો ગોંવર્ધનપર્વત ઉપર છેલ્લાં 3 વર્ષ થી સજીવની નેચર ફાવઉન્ડેશન તેમજ રાષ્ટ્રીયસ્વયમ સેવક સંઘ દ્વારા સ્વતંત્ર દિવસ ની રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કરી ભવ્ય ઉજવણી કરવા માં આવી.
ઇણાજ
ગીર-સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે તા.26 ના 7ર માં પ્રજાસતાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી જીલ્લા સેવા સદન ઇણાજ ખાતે મત્સ્યોધોગ અને પ્રવાસન કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ ત્યારે આ કાર્યક્રમાં જીલ્લા પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી બજાવવા બદલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ના પો.હેડ.કોન્સ. નરેન્દ્રભાઇ વી. કછોટ ને મંત્રી જવાહરભાઇ ચાવડા દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ.
ઇલાજમાં સન્માન
ગીર સોમનાથ જિલ્લાની ગણતંત્ર દિવસની ઉજવણી કલેક્ટર ઓફીસ ઇણાજ ખાતે પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આખા વર્ષ દરમ્યાન સારી કામગીરી કરવા બદલ 108 ના સ્ટાફ ને પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા જેમાં પ્રાચી લોકેશનના 108ના પાયલોટ નરેશભાઈ ચૌહાણ તથા સુત્રાપાડા ઇ.એમ.ટી યોગેશભાઈ વાજા ને કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા સન્માનિત કરાયા હતા. આ લોકોએ કોવીડ 19 ની અંદર મા પણ પોતાનું જીવને જોખમમાં નાખીને સારી કામગીરી કરેલ હતી. આ તકે ગીર સોમનાથ જિલ્લા 108 ના અધિકારી શ્રી યુવરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.
સુત્રાપાડા
સુત્રાપાડા ખાતે આવેલ ડો.ભરત બારડ શૈક્ષણિક સંકૂલ માં 72 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ જેમાં સંસ્થાનાના પ્રમુખ દિલીપભાઇ બારડ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવેલ હતું.
વેરાવળ
ગીર-સોમનાથ જીલ્લા ન્યાયાલય ખાતે તા.ર6 જાન્યુઆરીના દિને ડ્રિસ્ટ્રીકટ જજ શ્રી ત્રિવેદી ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું.
વેરાવળ ખાતે જીલ્લા ન્યાયાલયમાં બાર કાઉન્સીલ ના પ્રમુખ રિતેષભાઇ પંડયા સહીતના નિયમોના પાલન સાથે ધ્વજવંદનના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ હતી. આ તકે ખાસ મહિલા ધારાશાસ્ત્રી-નોટરી તેમજ પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ઉષાબેન કુસકીયા એ પ્રવચન કર્યુ.
વેરાવળમાં મહિલા કોલેજ
વેરાવળમાં આવેલ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં 11 માં રાષ્ટ્રીય મતદાન દિવસ તેમજ પ્રજાસતાક પર્વની ઉજવણી કરાયેલ હતી.
આ ઉજવણીમાં કોવીડ-19 ને ધ્યાનમાં રાખી સોશ્યલ ડીસ્ટસની જાળવણી રાખી માસ્ક પહેરીને વિધાર્થીની બહેનોએ ભાગ લીધેલ હતો. આ તકે પદનામીત અધિકારી પ્રો.ડો.મીનાબેન રાવલે સ્વાગત પ્રવચન કરેલ ત્યારબાદ પ્રીન્સીપાલ ડો.એમ.જે.બંધીયા એ પ્રાસંગીક વ્યકવ્ય આપેલ તથા ડો.નંદાણીયા દ્વારા મતદાનનું મહત્વ તથા જવાબદારી વિશે માર્ગદર્શન આપેલ હતું.
પ્રભાસ પાટણ
પ્રભાસ પાટણ ખાતે આવેલ અનુપમ સ્કૂલ તથા ચાંદની એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ કોશીશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.ર6 મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાયેલ હતી. પ્રજાસત્તાક પર્વની આ ઉજવણીની સાથે ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ માઇનોરિટીના મહામંત્રી તથા સુરેન્દ્રનગર સ્કૂલના આચાર્ય રેલ્વે યુનિયન લિડર તસ્લિમ કાજી ના ધર્મપત્નિ રૂકશાના કાજી તેમજ આચાર્ય અનિશાબહેન દ્વારા ગૃહ ઉદ્યોગ અને શિક્ષણ લક્ષી સેમિનારનું આયોજન ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ હતું. આ તકે ટ્રસ્ટીઓ બસીરભાઇ ગોહિલ, રૂબીના મુલતાની તેમજ રૂકશાના કાજી ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ.
ઉના
ભારત દેશમાં 72માં પ્રજાસત્તાક દિવસની તાલુકાકક્ષાની ઉનામાં શાહ એચ.ડી. હાઇસ્કુલનાં મેદાનમાં પ્રાંત અધિકારી જે.એમ. રાવલએ ધ્વજવંદન કરી ઉજવણી કરી હતી.
પ્રાંસલી
આજરોજ 72 માં પ્રજાસતાક દિન નિમિતે ક્રુપાલુ શૈક્ષણિક સંકુલ – પ્રાંસલી ખાતે ધ્વજવંદન કરવામાં આવેલ , સંસ્થાના મે. ટ્રસ્ટીશ્રી વિરાભાઇ ઝાલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. શાળા સંકુલના આચાર્ય સ્ટાફગણ તથા પ્રમુખ ભાવસિંહભાઇ ઝાલા ખાસ ઉપસ્થિત રહેલ

રિલેટેડ ન્યૂઝ