રાજકોટમાં 10 દી’ પુર્વે કારની ઠોકરે ઘવાયેલા લેબ ટેકનિશીયને દમ તોડ્યો

કર્ફ્યુ બંદોબસ્તમાં રહેલ પોલીસથી બચવા કારચાલકે કાર રોંગ સાઈડમાં હંકારી દિધિતી

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.27
શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલ દેવપરા પાસેના ઘનશ્યામનગરમાં રહેતો અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં લેબોરેટરી ટેક્નિશિયન તરીકે નોકરી કરતો કરણ અનિલભાઇ પરમાર નામનો 26 વર્ષીય યુવાન 18 તારીખે શનિવારે રાત્રે હોસ્પિટલમાં નોકરી પૂરી કરી બાઇક લઇ પોતાના ઘરે જતો હતો. ત્યારે કાલાવડ રોડ પર મહિલા કોલેજ અન્ડરબ્રિજ નજીક પહોંચ્યો હતો ત્યારે સામેથી વ્રોન્ગ સાઇડમાં પૂરપાટ ઝડપે કાર ધસી આવી હતી. ફુલ સ્પીડમાં આવી રહેલી કારે બાઇકચાલકને ઠોકરે લીધા બાદ કરણ બાઇક સાથે રિવર્સમાં 50 ફૂટ સુધી ઢસડાયો હતો અને સંકલ્પસિદ્ધ હનુમાન મંદિર નજીક બાઇક અને કાર ઊભા રહી ગયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કરણને તાકીદે સારવાર અર્થે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયો હતો જે તે વખતે ઘટનાની જાણ થતા માલવીયાનગર પીઆઇ એન કે ભૂંકણ, પીએસઆઇ વી કે ઝાલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને કાર નંબર આધારે કાર રેઢી મૂકી નાશી છૂટેલા નિર્મલા રોડ તિરૂપતિ સોસાયટીમાં રહેતા મોનીલ રાજેન્દ્રભાઇ શાહ નામના વણીક યુવકને ઝડપી લીધો હતો પોતે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો હોવાનું અને કામ પૂરું કરી જતો હોય ત્યારે કર્ફ્યુના બંદોબસ્તમાં રહેલ પોલીસથી બચવા માટે પોતે વ્રોન્ગ સાઈડમાં કાર ચલાવી યુવકને હડફેટે લીધો હોવાની કબૂલાત આપતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જયારે બીજી તરફ છેલ્લા 10 દિવસથી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા કરણ પરમારનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું કરણના 11 મહિના પૂર્વે જ લગ્ન થયા હતા તે બે ભાઇમાં મોટો હતો તેના પિતાનું 4 મહિના પહેલા અવસાન થયું હતું બનાવને પગલે પરિવાર ભાંગી પડ્યો છે

રિલેટેડ ન્યૂઝ