ગુજરાતના આંગણે આવી પહોંચ્યા ‘મોટેરા’ મહેમાન

સિ‘તારે’
ઝમીં પર

અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા મોટેરામાં 24 ફેબ્રુઆરીએ રમાનારી ઇન્ડીયા-ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચને લઈને તડામાર તૈયારીઓ ચાલુ છે ત્યારે બંને ટીમ આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી છે. ટીમ ઈન્ડિયામાંથી કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, પત્ની નતાશા અને દીકરા અગત્સ્ય સાથે હાર્દિક પંડ્યા તથા ચેતેશ્વર પુજારા આવી પહોંચ્યા હતા. ટીમ ઈન્ડિયા એક મહિનો અમદાવાદમાં ધામા નાખશે. ઇઈઈઈંએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 ઝ-20 માટે અમદાવાદ આવશે. ઝ-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.

રિલેટેડ ન્યૂઝ