આજની મતગણતરીને સુપ્રીમ કોર્ટની બહાલી

(સંવાદદાતા)
અમદાવાદ,તા.22
ગુજરાત કોંગ્રેસ એક દિવસે મતગણતરી કરવાને લઈ લડી લેવાના મૂડમાં હતી. પણ હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ કોંગ્રેસની માગ પર પાણી ફેરવી દીધું હતું. ગુજરાત હાઈકોર્ટે એક દિવસ મતગણતરીની અરજી ફગાવી દીધા બાદ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોંગ્રેસની આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એનો મતલબ કે 23 ફેબ્રુઆરીના રોજ છ મહાનગરપાલિકા માટે ચૂંટણી ગણતરી થશે.
સોમવારે સુપ્રીમ કોર્ટ અલગ અલગ મતગણતરીની પ્રક્રિયા ઉપર સ્ટે માગતી કોંગ્રેસની અરજીને ફગાવી દીધી છે. આમ સ્ટે ન આપતા 6 કોર્પોરેશન માટે મંગળવારે મતગણતરી યોજાશે. ગત સપ્તાહે ગુજરાત હાઈકોર્ટે મંગળવારે 6 કોર્પોરેશન માટે મતગણતરી બાદ 28 ફેબ્રુઆરીને રવિવારે 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકામાં મતદાન માટે ચૂંટણી વ્યવસ્થાને માન્ય ઠેરવતો ચુકાદો આપ્યો હતો.
કાલે મનપાની, 2 માર્ર્ચે જિ/તા.પં/નપા.ની ગણતરી
ગુજરાતના ચૂંટણી પંચે જાહેર કરેલાં કાર્યક્રમ મુજબ 23મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે મતદાન થશે અને બીજી માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ