ચૂંટણી પૂરી થતાં જ કોરોના વકર્યાનો સરકારી આલાપ

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ,તા.22
ગુજરાતમાં કોરોનાવાયરસના પોઝિટિવ કેસો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી વધી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં આજે કોવિડ 19ના 283 કેસ નોંધાયા છે તથા 264 દર્દી કોરોના સામેનો જંગ જીતી ચૂક્યા છે. અત્યારસુધી 2,61,009 દર્દીએ કોરોનાને માત આપી ચૂક્યા છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.72 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં બનાસકાંઠા, ભાવનગર, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, પાટણ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ કુલ 08 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતવાર ચર્ચા કરીએ તો કુલ 1690 એક્ટિવ કેસ નોંધાયેલા છે, જ્યારે 29 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 1661 લોકો સ્ટેબલ છે. અત્યારસુધી રાજ્યમાં 4405 લોકો કોરોના સામેનો જંગ હારી ગયા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓએ કરેલો પ્રચાર, સભા, રેલીમાં થયેલી ભીડ હવે ફરી એકવાર ગુજરાતને ભારે પડી શકે છે. એક બાજુ મહામહેનતે કોરોના વાયરસ કાબુમાં કરાયો હતો, ત્યારે હવે એકા એક રાજ્યમાં કોરોનાનું સક્રમણ વધી રહ્યુ છે. રાજ્યમાં ફરી કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાના અહેવાલ મળતા શહેરીજનોમાં ભય ફેલાયો છે. કાબૂમાં આવેલા કોરોનાના કેસમાં ફરી ઉછાળો જણાયો છે. બીજી બાજુ અમદાવાદમાં કોરોના વાયરસનો કહેર ઓછો થતો ટેસ્ટિંગ બૂથ કરાયા હતા, પરંતુ હાલ શહેરમાં કોરોનાના ટેસ્ટિંગ બૂથ ફરી શરૂ કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. નિ:શુલ્ક કોરોના ટેસ્ટિંગ બૂથ પર લોકોની ભારે ભીડ પર જોવા મળી રહી છે.
અમદાવાદમાં ફરી કોરોના ફેલાવાનો ખતરો ઉભો થયો છે. ચૂંટણી બાદ હવે ક્રિકેટ મેચ માટે લોકોની ભીડ ભેગી થતાં તંત્ર માટે એક મોટો પડકાર ઉભો થયો છે. મેચમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. મેચની ટિકિટ અને ટી-શર્ટ માટે લોકોની લાબી લાઈન પણ લાગવા લાગી છે.
ગુજરાતમાં અન્ય મહાનગરોમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. રાજકોટમાં દરરોજ 35થી 40 જેટલા કેસ વધ્યા છે. આરોગ્યના અધિકારીઓએ કર્મચારીઓ સાથે બેઠક કરી લીધી છે. આરોગ્ય વિભાગે ફરી ધનવંતરી રથ એક્ટિવ કર્યા છે. મતદાન પૂર્ણ થતા જ કોરોના કેસોમાં વધારો થયો છે. રાજકોટ મનપામાં એકસમયે એવરેજ 25થી 30 જેટલા કેસો નોંધતા હતા. હાલ 35થી 40 કેસો સામે આવી રહ્યા છે. હજી 10 દિવસ કેસો વધે તેવી સાંભવના સેવાઈ રહી છે. કોવિડ ચિહ્નો દેખાય તો સેમ્પલ લઈ સારવાર શરૂ કરવી.
રાજ્યમાં દરેક એન્ટ્રી પોઈન્ટ પર એલર્ટ જાહેર
રાજયના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું હતું કે રાજ્યમાં દરેક એન્ટ્રી પોઈન્ટ પર પૂર્ણ અલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને વિદેશથી આવતા મુસાફરોનું ફરી પૂરું સ્ક્રીનિંગ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલ વિદેશી વિમાની સેવાઓ અત્યંત મર્યાદિત છે, પણ દેશના અન્ય ભાગોમાંથી આવતા વિદેશીઓ જેઓ બાદમાં ગુજરાતમાં આવે છે તેઓ પણ વેરિએન્ટ લઈને ન આવે એની ચિંતા કરવામાં આવી રહી છે. અગાઉ બ્રિટનના વેરિએન્ટના રાજ્યમાં નવ કેસ નોંધાયા હતા અને તેમને એરપોર્ટથી જ અલગ કરીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અને તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ રજા અપાઈ નથી.

રિલેટેડ ન્યૂઝ