મુખ્યમંત્રીને માન આપતું રાજકોટ: મનપામાં 72માંથી 68 બેઠક ભાજપને

ગત ચુંટણીમાં ભાજપની લગોલગ સીટ મેળવવા પહોંચેલી કોંગ્રેસને આજના પરિણામમાં મળી મોટી લપડાક : હવે મેયર-ડે.મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન કોણ બનશે તેના પર શહેરીજનોની નજર

વોર્ડ નં.16માં ભાજપના મહિલા ઉમેદવાર માત્ર 11 મતે જીત્યા
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 16માં રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. ચૂંટણીમાં હાર કે જીતનું મહત્વ કેટલુ હોય તે ભાજપના ઉમેદવાર સારી રીતે જાણી શક્યા હશે. એક એક મત કેટલો કિંમતી હોય છે તેનો દાખલો વોર્ડ નં.16માં જોવા મળ્યો હતો. આ વોર્ડમાં ભાજપના ઉમેદવાર રૂચિતાબેન જોશીનો માત્ર 11 મતે વિજય થયો હતો. રૂચિતા બેન કોંગ્રેસના રસીલાબેન ગેરીયા સામે માત્ર 11 મતે જીત્યા હતા. રાજકોટમાં વોર્ડ નંબર 16માં ભાજપના રૂચીતાબેન જોશીને 8600 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને 8589 મત મળ્યા હતા. ભાજપ લાંબા સમયથી તમામ છ મહાનગરપાલિકામાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં સત્તા પર છે. અમદાવાદમાં 2008, વડોદરામાં 2005, સુરતમાં 1990, રાજકોટમાં 2005 અને ભાવનગરમાં 1995 તેમજ જામનગરમાં 1995થી ભાજપ પાસે બહુમત છે. ફરી એક વખત છ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાય તેવી શક્યતા છે.

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ, તા.22
ાજકોટ મહાપાલિકામાં ભાજપનું કમળછાપ બુલડોઝર એવુ તે ધણધણ્યુ કે કોંગ્રેસની આબરૂ ધુળધાણી થાય એ રીતે ફટકો પડડ્યો છે અને આ વખતે ત્રીજા વિકલ્પરૂપે આવેલી આમ આદમીપાર્ટીને પણ જનતાએ જાકારો આપ્યો છે. ભાજપનું શાસન આવે એવુ અપેક્ષિત ગણાતુ હતુ. રાજકીય નિષ્ણાંતો, સર્વે અને સટ્ટા બજારના મતે રાજકોટ મનપા ભાજપ લઇ જશે એવુ નક્કી કહેવાતુ હતુ પરંતુ આટલી જંગી બહુમતીથી અને કોંગ્રેસના મુળિયા સાફ થઇ જાય એ હદે પરિણામ આવશે એવી ધારણા પણ ન હતી.આજે જાહેર થયેલા પરિણામમાં કુલ 72માંથી ભાજપની 68 બેઠક પર જીત થઇ હતી. ગત ચુંટણીમાં લગોલગ પહોચેલા કોંગ્રેસને ફરી પછાડી કમળે પોતાનો જાદુ બતાવ્યો હતો તો હવે મેયર-ડે.મેયર સ્ટેન્ડીંગ ચેરમેન કોણ બનશે તેનાપર શહેરીજનોની નજર જોવા મળે છે.
રાજકોટમાં આજે છ સ્થળે મતગણતરી કેન્દ્ર રાખવામા આવ્યા હતા. સવારે 9 વાગ્યે બેલેટ પેપેર બાદ ઇવીએમના એકપછી એક સીલ ખોલવામા આવ્યા હતા. કાઉન્ટીંગની શરૂઆતથી જ ભાજપની એક પછી એક બેઠક પર જંગી સરસાઇનો ઇન્ડેક્ષ સળસળાટ ઉપર ચડવા લાગ્યો હતો. એક પછી એક વોર્ડની ચારેય ઉમેદવારોની પેનલ પર કેસરિયો લહેરાવા લાગ્યો હતો. પ્રારંભમાં માત્ર 6 બેઠક પર કોંગ્રેસ આગળ હતી અને તેની એક કલાક પછી આ 6 બેઠક પણ શૂન્ય-શૂન્ય ઉપર આવી ગઇ હતી. જે બેઠક પરના ઇવીએમ ખુલતા ગયા તેમ ભાજપની જંગી બહુમતી મળવા લાગી હતી.
અને ગણતરીપુરી થતા શહેરમાં મહાનગરપાલીકાના કુલ 72 માંથી 68 બેઠકપર કમળ ખીલતા ભાજપનો અનોકો વિજય થયો હતો. તો કોંગ્રેસનો પંજો ખુબજ દબાઈ ગયો હતો.
બીજીબાજુ અમુક બેઠક પર આમ આદમી પાર્ટી ધારણા મુજબનો જનાધાર મેળવવામા સફળ રહી છે. વોર્ડ નં.4 સહિત અમુક વોર્ડમાં તો આપ પાર્ટીએ 6 થી 9 હજાર મત મેળવ્યા છે. કોંગ્રેસને પણ પાછળ રાખીને બીજા નંબરે આપના ઉમેદવારો આવ્યા છે. જો કે મનપામાં શાસન લેવાની વાત તો દૂરની રહી આ લખાઇ રહ્યુ છે ત્યાંરે આપનું ખાતુ પણ ખુલ્યુ નથી.
કશ્યપ શુક્લ અને અધિકારીઓ વચ્ચે રકઝક
વોર્ડ નં.7ની મતગણતરી સમયે ભાજપના અગ્રણી કશ્યપ શુક્લ કમળના નિશાનવાળુ માસ્ક પહેરીને કાઉન્ટીંગ હોલમાં પ્રવેશતા ફરજ પરના સ્ટાફે તેને અટકાવ્યા હતા. પરિણામે કશ્યપ શુક્લ અને જવાબદાર અધિકારીઓ વચ્ચે થોડી રકઝક થઇ હતી. જો કે બાદમાં કશ્યપ શુક્લએ માસ્ક બદલી નાખતા મામલો થાળે પડ્યો હતો.
ં બેલેટ પેપરનો વિવાદ
વોર્ડ નં.4, પ અને 6ની મતગણતરીના પ્રારંભે બેલેટ પેપરના સીલ ખુલ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના ઉમેદવારોએ વાંધો લીધો હતો. પરંતુ જવાબદાર અધિકારીઓએ યોગ્ય જવાબ નહીં આપતા થોડો સમય માટે દેકારો મચી ગયો હતો. જો કે, પાછળથી વિવાદ શાંત થતા મતગણતરી શરૂ થઇ હતી.
વોર્ડ નં.11માં આપ પાર્ટીના એજન્ટને બેસવા ન દેવાતા ડખ્ખો
વોર્ડ નં.11માં મત ગણતરી પુર્વે આમ આદમી પાર્ટીના એજન્ટને મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ આપવામા આવ્યો ન હતો. કારણમાં તેમની પાસે ઓળખપત્ર ન હોવાનું જાણવા મળે છે. આ મામલે આપ પાર્ટીના કાર્યકર્તાઓ અને કાઉન્ટીંગ સેન્ટરના સ્ટાફ વચ્ચે માથાકૂટ થઇ હતી. જો કે બાદમાં મામલો થાળે પડ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ