આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિજય લોક અભિવાદન સમારોહ

રેસકોર્ષ બહુમાળી ચોકમાં ભવ્ય કાર્યક્રમ
રાજ્યની 6 મહાનગર પાલિકાની ચુંટણી યોજાઈ હતી જેમા ભાજપને લોકોએ ગાડુભરીને મત આપ્યા છે. રાજકોટમાં પણ 72 માંથી 68 બેઠકો ભાજપને ફાળે ગઈ છે. કોંગ્રેસને ફક્ત 4 બેઠકો જ મળી છે. ત્યારે રાજકોટ ભાજપ દ્વારા આવતીકાલે વિરાટ વિશ્ર્વ લોક અભિવાદન સમારોહ યોજાનાર છે. જેમા મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી ખાસ હાજરી આપનાર છે. રાજકોટ શહેર ભાજપની યાદીનું સાર રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં 72 માંથી 68 બેઠકોમાં ભાજપને જવલંત વિજય મળેલ છે. લોકોએ ભાજપ ઉપર વિશ્ર્વાસ વ્યક્ત કરીને ખોબે-ખોબે વિકાસને મત આપેલ છે.
ત્યારે આ લોકઅભિયાન માટે આવતીકાલે તા. 24-2 ના રોજ સાંજે 5:30 કલાકે લોકઅભિવાદન માટે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના અધ્યક્ષસ્થાને આવતીકાલે રેસકોર્ષના બહુમાળી ભવન ચોકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં વિરાટ વિજય લોક અભિવાદન સમારોહ યોજવામાં આવશે. તો આ સમારોહમાં શહેરના પ્રજાજનોને ચુંટાયેલા ઉમેદવારો અને અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ