આજથી વરિષ્ઠ નાગરિકોન્ો વેક્સિન અપાશે: રૂપાણી

૬૦થી વધુ વરિષ્ઠ લોકોન્ો અભિયાનમાં જોડાવવા અપીલ

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) ગાંધીનગર, તા. ૨૮
રાજ્યમાં કોરોના વેક્સિન વરિષ્ઠ નાગરિકો ૬૦ વર્ષથી ઉપરની વયના વડીલોને આવતીકાલ ૧ માર્ચથી આપવાનો પ્રારંભ થઇ રહૃાો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ૬૦ લાખ જેટલા સૌ વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લઈને કોરોના સામેની આપણી લડાઈના આ નિર્ણાયક અંતિમ તબક્કામાં પોતાનું યોગદૃાન અવશ્ય આપવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ આ અપીલ કરતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકારે સૌના આરોગ્યની િંચતા કરીને કોરોના સામે શરુઆતથી જ લોકસહયોગ અને આરોગ્ય કર્મીઓની કર્તવ્યનિષ્ઠાથી કોરોનાનો વ્યાપ વધતો અટકાવવામાં સફળતા મેળવી છે.
હવે જ્યારે કોરોના સામે રસીકરણ અભિયાન પણ દૃેશભરમાં શરૂ થયું છે ત્યારે ગુજરાતના સૌ વરિષ્ઠ નાગરિકોના સહકારથી આપણું રાજ્ય એમાં પણ અગ્રેસર રહેશે તેવો વિશ્ર્વાસ તેમણે વ્યકત કર્યો છે. વિજય રૂપાણીએ કહૃાું છે કે રાજ્ય સરકારે આ રસીકરણ અભિયાનની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી લીધી છે.
રાજ્યભરની ૨૧૯૫ જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ ૫૩૬ જેટલા ખાનગી હોસ્પિટલ, દૃવાખાનાઓ મારફતે કોરોના રસીના ડોઝ આપવામાં આવશે. આ હેતુસર તાલીમબદ્ધ ડોક્ટર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિત અંદૃાજે ૩૦ હજાર જેટલા માનવ બળની સેવાઓ ઉપલબ્ધ બનવાની છે.
તેમણે એમ પણ જણાવ્યું છે કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ તેની કોઈ આડ અસર પણ નથી જ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૬૦ વર્ષથી વધુની વયના હરેક વડીલ આ રસીના બે ડોઝ અવશ્ય સમયસર લે અને પોતાની જાતને કોરોનાથી સુરક્ષિત બનાવે તેવો અનુરોધ પણ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાત કોરોના સામેના જંગમાં સઘન આરોગ્ય

રિલેટેડ ન્યૂઝ