સોમવારથી ધો.9 થી 11ની સ્કૂલો શરૂ

50 ટકા છાત્રોની ક્ષમતા, હાજરી મરજિયાત અને વાલીની સંમતિ ફરજિયાત

મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર તા. 22
ગુજરાતમાં ધોરણ 9થી 11ના વર્ગો સોમવારથી શરૂ, રૂપાણી સરકારે કોર કમિટીની બેઠકમાં લીધો નિર્ણય. 50 ટકા ક્ષમતા, વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત અને વાલીની સંમતી રજૂ કરવાની રહેશે.
રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે. આ અંગે ઈખ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ દૈનંદીની પ્રવૃત્તિઓ શાળાવર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ તદઅનુસાર સમગ્ર રાજ્યમાં આગામી 26 તારીખ જુલાઈ 2021થી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે અને એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે.
શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનુંસંમતિપત્રક પણ લાવવાનું રહેશે
આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રીએ કોર કમિટીમાં કર્યો છે. ધોરણ 9 થી 11 ના વર્ગો આગામી 26 જુલાઈ 2021 થી શાળાઓમાં શરૂ થાય ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સ- જઘઙનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે.
રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે. હવે, ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ ભૌતિક રીતે આગામી તારીખ 26 જુલાઈથી શરૂ થશે.
કોર કમિટીના આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને અન્ય સચિવો ઉપસ્થિત રહ્યા હતા.
ધો. 10ના છાત્રોને 24મીએ મળશે ઓરિજિનલ માર્કશીટ
ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરની જાણકારી મુજબ ધોરણ 10ના વિદ્યાર્થીઓને 24 જુલાઈએ ઓરિજિનલ માર્કશીટ આપવામાં આવશે. અને વિદ્યાર્થીઓને શાળાઓમાંથી સવારે 9 વાગ્યા બાદ માર્કશીટ મળશે.
કોરોના કાળમાં આખરે લાંબી રાહ જોયા બાદ ગુજરાત સેક્ધડરી એજ્યુકેશન બોર્ડ (ૠજઊઇ)એ 10માં ધોરણનું પરિણામ 29 જૂને જાહેર થયું હતું. રાત્રે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે આ પરિણામ માત્ર શાળાઓ જ જોઇ શકતી હતી. શાળાના ઇન્ડેક્શ નંબર પરથી પરિણામ ડાઉનલોડ થઇ શક્શે અને વિદ્યાર્થીઓને પરિણામ પહોંચાડવાની જવાબદારી શાળાઓને આપવામાં આવી છે.
ધોરણ-10માં 8,57,204 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમા 17,186 વિદ્યાર્થીઓને અ1 ગ્રેડ મળ્યો છે. ત્યાં જ 57,362 વિદ્યાર્થીઓને અ2 ગ્રેડ મળ્યો છે. 1,00,973 વિદ્યાર્થીઓને ઇ1 ગ્રેડ મળ્યો છે.

રિલેટેડ ન્યૂઝ