આજે SGVP ગુરૂકુળમાં ગુરૂપૂર્ણિમાં ઉત્સવ ઉજવાશે

v

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા. 23
ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાનો દિવસ વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. ખાસ કરીને આ દિવસે ભગવાન વેદવ્યાસજીનુંપૂજન કરવામાં આવે છે. ભગવાન વેદવ્યાસે વેદ-શાસ્ત્રોના જ્ઞાન-વિજ્ઞાનની જ્યોત પ્રગટાવેલી છે. જ્યારે સમગ્ર વિશ્વ ઘોરઅંધકારમાં સૂતું હતું,ત્યારે ભગવાન વેદવ્યાસને લીધે ભારતવર્ષમાં જ્ઞાનનો સૂરજ ઝળહળતો હતો.
ગુરુને આચાર્ય પણકહેવામાં આવે છે. આચાર્યનો અર્થ છે, જેનું જીવન સદાચારમય હોય અને શિષ્યોને સદાચારીબનાવે એ જ ખરા અર્થમાં આચાર્ય છે. આવું આચાર્યપદ માત્ર શાસ્ત્ર ભણવાથી પ્રાપ્ત થતું નથી, આવું આચાર્યપદ શુભઆચરણને લીધે પ્રાપ્ત થાય છે, કોરીવાતોથી નહીં.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક આચાર્ય પરંપરા છે અને સાથે આચાર્યપદ સાથે જોડાયેલ સંત-ગુરુ પરંપરા
છે. ભગવાન સ્વામિનારાયણના અનેક મહાન સંતો થયા, જેમાં સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી અને સદ્ગુરુગુણાતીતાનંદસ્વામી મુખ્ય હતા. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય સદ્ગુરુ બાલમુકુંદદાસજી સ્વામી હતા, એમના શિષ્યનું નામ સદ્ગુરુધર્મસ્વરૂપદાસજી હતું, એમના શિષ્ય પુરાણી ગોપીનાથદાસજી હતા, એમના શિષ્ય પ્રાચીન ગુરુકુલપરંપરાના પુનરુદ્ધારકસદ્વિદ્યા સદ્ધર્મરક્ષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી થયા કે જેમણે અનેક ગુરુકુલોની સ્થાપના કરી,હજારો સંસ્કારી વિદ્યાર્થીઓને તૈયાર કર્યા. આજનો મંગલ દિવસ આ મહાન ગુરુઓનું પૂજન-અર્ચન કરીકૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે. તા. 24 જુલાઇ 2021 સાંજે 5: કલાકે શા. માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં જૠટઙ ગુરુકુલમાં ઓનલાઈન ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે.

રિલેટેડ ન્યૂઝ