સાવરકુંડલાના જેજાદમાં 4 વર્ષની બાળા ઉપર દુષ્કર્મ

અમરેલી ટ્રાફીક બ્રીગેડના છ સભ્યો દ્વારા યોજાઈ દારૂની પાર્ટી

(પ્રતિનિધિ દ્વારા)
અમરેલી તા. 23
સાવરકુંડલાના જેજાદ ગામના એક નરાધમે ચાર વર્ષની માસુમ બાળકીને ભાગ લઈ દેવાની લાલચ આપી અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ઘટનાથી હેવાન શખ્સ સામે સર્વત્ર ફિટકારનો આક્રોશ છવાયેલ હતો.
પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલાના જેનીદ ગામના જીતુ ઉર્ફે રાહુ રવજી ગોહિલ નામના શખ્સે ગઈકાલે બપોરના સમયે આચરેલ હેવાનીયત ભર્યા કૃત્યમાં એક ચાર વર્ષની માસુમ બાળકીને ભાગ આપવાની લાલચ આપી ઉઠાવી ગયેલ હતો. બાદમાં માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરેલ હતું. અધમ કૃત્ય આચરનાર હેવાન શખ્સ સામે ભારે આક્રોસની લાગણી છવાયેલ હતી. ઘટના અંગે ભોગ બનનાર બાળકીની માતાએ હવસ ખોર શખ્સ સામે વંડા પોલીસમાં ફરીયાદ નોંધાવતા સી.પી.આઈ. કે.સી. રાઠવાએ તપાસ હાથ ધરી છે.
દારૂની પાર્ટી
અમરેલી ટ્રાફીક બ્રિગેડમાં ફરજ બજાવતા છ જેટલા સભ્યો એક સ્થળે પાર્ટી યોજી કેફીપીણું પીતા હોય તેવો એક ફોટો સોશ્યલમીડીયામાં વાયરલ થયેલ હતો. જે અંગે પોલીસે બે ટ્રાફિક બ્રિગેડને જુમ…બરાબર, જુમ…સરાબી, હાલતમાં પકડી પાડેલ હતી. પ્રતિબંધિત પીણા અંગે વાડજ ચિભડા ચિભડા ગળતિ હોય તેવો ઘાટ ઘડાયેલ હતો.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી માં ટ્રાફીક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા છ સભ્યોએ એકવાડીમાં જમવાની પાર્ટીનું આયોજન કરેલ હતું. જેમાં પ્લાસ્ટીકના ગ્લાસમાં થમ્સઅપના પીણા જેવો કોલ્ડ્રીંક્સ પીતા હોય તેવો એક ફોટો સોશ્યલમીીયામાં વાયરલ થયેલ હતો. જે અંગે સીટી પોલીસે આ છ સભ્યો તેમજ ફોટા પાડનાર સહિત સાત ને પોલીસ ચોકીએ બોલાવી પુછ-પરછ કરેલ હતી. જેમાંથી પરેશ મુળજીભાઈ પરમાર અને સુરેશ મનસુખભાઈ ઐહાલા નામના બે ટ્રાફિક બ્રિગેડ દારૂનો નશે કરેલ હાલતમાં ઝડપાયેલ હતા. આ બંને સભ્યો સામે હેડ કોન્સ બી.ડી. વાળાએ સીટી પોલીસમાં ફરીયાદ નોંધાયેલ હતી.

રિલેટેડ ન્યૂઝ