આજે અડધા ગુજરાતમાં રેડ એલર્ટ ને અડધામાં મેઘ-એલર્ટ

વલસાડ,નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં રવિવારે રેડ એલર્ટ જાહેર કરાયું

આજે (રવિવારે) પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, અમરેલી, ભાવનગર, અને કાલે ગીર- સોમનાથમાં ધોધમાર વરરશે

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ,તા.24
દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, ડાંગ સહિતના વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં સારો વરસાદ પડી રહ્યો છે. શનિવારથી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં તો રવિવારના રોજ હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે આ વિસ્તારોમાં સાંબેલાધાર (એક્સ્ટ્રેમલી ભારે) વરસાદ પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં રવિવારે ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેના પગલે આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાશે. જેમાં કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડશે. અમદાવાદમાં છેલ્લા એક અઠવાડીયાથી વરસાદ હાથતાળી આપી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ રવિવારે ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
બોક્ષ…….
ક્યાં પડશે વરસાદ ?
25 ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર ભારેથી અતિભારે વરસાદની આગાહી.
26 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રિલેટેડ ન્યૂઝ