ધીરૂ ગજેરા ફરી જોડાયા ભાજપમાં

(પ્રતિનિધિ દ્વારા)
સુરત,તા.24
સુરતમાં પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખી ભાજપ પણ પોતાના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાને લઈ આવ્યા છે. આમ આદમી પાર્ટીમાં નમહેશ સવાણીની એન્ટ્રી બાદ ભાજપે પણ એક પાટીદાર ચહેરાની જરૂર હતી. ત્યારે હવે આજે સુરત ખાતે વિધિવત રીતે પ્રદેશ પ્રમુખના હાથે ધીરુ ગજેરાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. અગાઉ ધીરૂ ગજેરાએ કહ્યું હતું કે, કોંગ્રેસમાંથી હું 3 વિધાનસભા અને 1 લોકસભાની ચૂંટણી હાર્યો છું. ત્યારે ભાજપના ઘણા મિત્રોએ ઘરવાપસી કરવા આગ્રહ કર્યો હતો કોંગ્રેસમાં ઉમેદવારોને સંગઠનથી લઇને કોઇ સહકાર
નથી મળતો.
સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર સમાજથી આવે છે ધીરૂ ગજેરા ગુજરાતના રાજકારણમાં ધીરૂ ગજેરાનું નામ ખુબ મોટું છે અગાઉ ભાજપના જ સદસ્ય અને જાણીતા નેતા હતા ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા હતા ધીરૂ ગજેરા વર્ષ 1995થી વર્ષ 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યાં
પાટીદાર સમાજ સાથે જોડાયેલા હોવાથી કોંગ્રેસને ફટકો પડી શકે સુરતના રાજકારણમાં મોટો ફેરફાર થઇ શકે છે ભાજપ પાટીદારોના મત મેળવી શકે છે.

રિલેટેડ ન્યૂઝ