ઉના નજીક સોનબાઈ મંદિરનો દરવાજો બંધ થતા દર્શને આવેલા ભક્તોના ધરણા

ઉઘાડા પગે ચાલીને આવેલા ધર્મપ્રેમી ભક્તો ત્રણ કલાક સુધી બેઠા રહ્યા

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા. 24
ગીર જંગલ માં આવેલ જશાધાર રેન્જ નાં ગેઇટ નજીક દોઢ કિ મી દુર સરખડીયા સોનબાઈ માં માતાજી મઢ રજવાડાના વખત થી આવેલ છે અને આહિર ગઢવી ચારણ સમાજ નાં વિશાળ ધર્મ પ્રેમી ભગતો સોનલ બીજ ગુરુપૂણીમા દિવસે દર્શન કરવા આવતાં હોય છે અને મંદિરે જવાનો મૂખ્ય માર્ગ પર જંગલ નો ગેઈટ આવતો હોય વહેલી સવારે રાજુલા તાલુકાં નાં ભગતો ખુલ્લા પગે ચાલીને આવેલાં ધર્મ સ્થાને જતા તેને વન વિભાગ દ્વારા અટકાવીને ગેઈટ નહિં ખોલતાં ભગતો માં રોષ ભભૂકી ઊઠ્યો હતો વન્યવિસતાર ફોરેસ્ટર કચેરી નાકા સામે ધરણાં પર બેસી મંદિરે જવાનો આગ્રહ કરતાં અને અધિકારીઓ ને જાણ કરવાં છતાં ત્રણ કલાક સુધી નહિં ડોકાતા તંત્ર સામે ધર્મ પ્રેમી જનતા માં આકોશ વ્યકત કરાયેલ હતો
રાજુલા તાલુકાં નાં અગ્રણી સાગરભાઈ ડાભી સહિતના ભગતો સવારે વાહન સાથે પગ પાળે ચાલી નીકળ્યા હતા અને જશાધાર નજીક વન વિભાગ દ્વારા ઉભાં કરાયેલ ગેઈટ પાંસે પહોંચતા તેમણે ગેઇટ ખોલવા અને સોનબાઈ માં મંદિર નાં દર્શન ને જવાનું કહેતાં તેમનાં ત્યા જવાં ગેઈટ ખોલવા અધિકારી ની મનાઈ હોવાનું જણાવતાં તેમણે ઉચ્ચ અધિકારીઓ જાણ કરવાં છતાં ત્રણ કલાક સુધી નહિં ડોકાતા તંત્ર સામે ધર્મ પ્રેમી જનતા માં રોષ ભભૂકી ઊઠ્યો હતો
રાજા રજવાડા નવાબ સાસન વખતે પણ જંગલ વિસ્તાર માં આવેલાં ધર્મ સ્થાને જતા ભગતો ને રોકવા કયારે પણ આદેશ નથીં કર્યા પરંતુ હવે માં નાં દર્શન કરવાં પણ વન વિભાગ દ્વારા ધર્મ પ્રેમી જનતા રોકતાં આ બાબતે ભગતો જનો માં રોષ ફેલાયેલ છે
શું છે જંગલ નો મામલો
આધારભુત માહિતી મુજબ સોનલ બીજ ની ઉજવણી દર્શન માટે યજ્ઞ કરવાં માટે ધારી ડી એફ ઑ ની પરવાનગી મેળવ્યા પછી ગેઈટ ઉપરથી વાહન સાથે જવાની પરવાનગી આપવાં માં આવેછે ગેઈટ ની બાજું માંથી ચાલી ને જવાની કેડી માર્ગ આવેલ છે અને ત્યા થી પગપાળા ચાલી ને દર્શન માટે જવા દેવા માં આવેછે અને ઉના ગીરગઢડા આજુબાજુના તમામ લોકો દર્શન કરવા આવતાં જતાં હોય છે.
તસ્વીર : ફારૂક કાજી-ઉના)

રિલેટેડ ન્યૂઝ