અ.વાદમાં મીડિયા-બિલ્ડરો પર ITનાં દરોડા

સમભાવ ગ્રુપ સહિત 24 એકમ પર વહેલી સવારથી જ ધોંસ

કોને કોને ત્યાં દરોડા
* દિપક ઠક્કર અને યોગેશ
* કે.મહેતા ગ્રુપ
* સમભાવ ગ્રૂપ
* મનોજ, કિરણ, શૈલેષ, રાજેશ વડોદરિયા
* નિલા સ્પેસ, વાસુભૂતિ માર્કેટિંગ, વેદ ટેકનોસર્વ
* અશોક ભંડારી, જગદીશ પાવરા, શીતલ ઝાલા.

(સંવાદદાતા)
અમદાવાદ તા,8
અમદાવાદમાં ઈન્કમ ટેક્સ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં શહેરનાં 6 લેન્ડ ડિલર્સને ત્યાં આઈટી વિભાગ ત્રાટકયું છે. શહેરના કુલ 24 થી વધુ એકમો પર દરોડા પડાયા છે. જેમાં સમભાવ ગ્રુપ પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના દિગ્ગજોને ત્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. અમદાવાદના બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગ ત્રાટક્યું છે. અમદાવાદમાં લાંબા સમય બાદ આઈટીનું મેગા ઓપરેશન હાથ ધરાયુ છે. આવકવેરા વિભાગના દરોડાથી ચકચાર મચી ગઈ છે. વહેલી સવારે શરૂ કરાયેલા આ ઓપરેશનથી રિયલ એસ્ટેટ લોબીમાં સોપો પડી ગયો છે.

રિલેટેડ ન્યૂઝ