વાહન ચેકીંગની જેમ પોરબંદર પોલીસે હાથ ધર્યુ બોટ ચેકીંગ

પોરબંદર,તા.8
રોડ ઉપર જે રીતે વાહન ચેકીંગ થતું હોય છે એ જ રીતે પોરબંદર એસઓજી પોલીસે બોટ ચેકીંગ હાથ ધર્યુ હતું. માછીમારીની નવી સીઝન શરૂ થઇ છે ત્યારે આ પ્રકારની કામગીરી કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જીલ્લામાં સપ્ટેમ્બર માસમાં ફીશીંગની સીઝન શરૂ થતા દરિયાઇ સુરક્ષા સુદ્રઢ બનાવવા સારૂ અને દરિયામાં થતી ગે.કા. પ્રવૃતિ અંગેની માહિતી મળે તે હેતુસર દરિયામાં ફીશીંગ કરવા જતી બોટોનું સઘન ચેકીંગ તથા ટંડેલ ખલાસીઓને રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા થતી ગે.કા. પ્રવૃતિ અંગે માહિતગાર કરવા માટે પોલીસ ઇન્સ. કે.આઇ. જાડેજા તથા પો.સબ ઇન્સ. એચ.સી. ગોહીલનાઓને સુચના આપવામાં આવેલ જે સુચના આધારે પો. ઇન્સ. તથા પો.સબ. ઇન્સ. તથા એસ.ઓ.જી. ટીમના માણસો દ્વારા સુભાષનગર જેટી વિસ્તાર તથા અસ્માવતી, જુનાબંદર, લકડીબંદર વિસ્તારમાંથી ફીશીંગ માટે રવાના થતી બોટોને આંતરીક સુરક્ષા અને હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી બોટોનું સઘન ચેકીંગ કાર્યવાહી સાથોસાથ દરિયાઇ સુરક્ષા સુદ્રઢ બનાવવા સારૂ અને દરિયામાં થતી ગે.કા. પ્રવૃતિ ડામવાના હેતુસર દરિયામાં કોઇ ગે.કા. પ્રવૃતિ જણાય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા દરિયાઇ સુરક્ષાને લગત એજન્સીઓને માહીતી આપવા દરેક બોટના ટંડેલ ખલાસીઓ તથા માલીકોમાં જાગૃતતા લાવવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
સદરહું કામગીરીમાં પીઆઇ કે.આઇ. જાડેજા, પીએસઆઇ એચ.સી. ગોહીલ તથા એ.એસ.આઇ. એમ.એમ. ઓડેદરા, કે.બી. ગોરાણીયા તથા પો.હેડ કોન્સ. સરમણભાઇ સવદાસભાઇ, મહેબુબખાન બેલીમ, રવિભાઇ ચાંઉ તથા પોલીસ કોન્સ. સમીરભાઇ જુણેજા, વિપુલભાઇ બોરીચા, મોહીત ગોરાણીયા, સંજયભાઇ ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ગોહીલ, ડ્રા. માલદેભાઇ પરમાર તથા ગીરીશભાઇ વાજા રોકાયેલ હતા.

રિલેટેડ ન્યૂઝ