દીવના ઘોઘલાની મહિલા તસ્કર જ્યુડીશ્યલ કસ્ટડીમાં

મહિલાને અમરેલી જેલમાં મોકલાઈ

V

(પ્રતિનિધિ દ્વારા)
દીવ તા. 11
દીવના ઘોઘલામાં સોનાના દાગીનાના પ્રકરણમાં મહિલાને 14 દિવસની જ્યુડિશીયલ કસ્ટડી સોંપાતા મહિલા યુવતી અમરેલી જેલમાં મોકલાઈ છે.
ત્રણ સપ્તાહ પહેલા દમયંતિબેન કમલેશ રહે. ઘોઘલાના ઘરેથી મહિલા વૈશાલી સાડા ચોવીસ તોલા સોનાના દાગીના અને પંદર હજાર રોકડ લઈ ફરાર થઈ ગયેલ જેની દમયંતિબેને દીવ પોલીસ સ્ટશનમાં ફરિયાદ નોંધાવી.
દીવ પોલીસે તપાસ બાદ મહિલા વૈશાલીની પોરબંદર થી અટક કરી કોર્ટમાં રીમાન્ડ માંગેલ કોર્ટ દ્વારા કુલ બે વખત સાત દિવસની રીમાન્ડ મંજુર થયેલ પરંતુ આ સાત દિવસની રીમાન્ડમાં આરોપી મહિલાએ માત્ર નવ તોલા સોનું પરત કર્યું.
દીવ પોલીસને બાકી ના સોનાના દાગીના અને રોકડ રકમ નહીં મળતા ફરી પાંચ દિવસની રીમાન્ડ માંગતા કોર્ટે રીમાન્ડના બદલે 14 દિવસની જ્યુડિશીયલ કસ્ટડી આપતા પોલીસે મહિલા આરોપીને અમરેલી જેલ હવાલે કરેલ છે.
કેસની તપાસ પી.આઈ. પંકેશ ટંડેલના માર્ગદર્શન માં એ.એસ.આઈ. નરેશ સોલંકી કરી રહેલ છે. (તસ્વીર-શકીલ કાશમાણી-દીવ)

રિલેટેડ ન્યૂઝ