સૌરાષ્ટ્રમાં અત્ર તત્ર સર્વત્ર મેઘરાજાની સટાસટી

સૌરાષ્ટ્રમાં અત્ર તત્ર સર્વત્ર મેઘરાજાએ સટાસટી બોલાવીને ગામો-શહેરોને જળ બંબાકાર કરી દીધા હતા. પ્રાચીતીર્થમાં વિખ્યાત માધવરાયજી પ્રભુજીનું મંદિર 10 ફૂટ પાણીમાં ગરક થયું હતું. ગીર વિસ્તારમાં ભારે વરસાદથી સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સરધારના ખારચિયા ગામે મેઘરાજા અવિરત વરસ્યા હતા. જસદણ, ગોંડલ, કોટડાસાંગાણીમાં ખેતરો પાણીમાં ગરક થયા હતા. ઉપલેટાની મોજ અને વેણુ નદી બે કાંઠે વહી હતી. ત્યારે વરસાદના પગલે જેતપુર પાસેનો છાપરવાડી ડેમ ઓવરફ્લો થયો હતો. ભાદર નદી બે કાંઠે વહી હતી તો મેંદરડામાં બાઈપાસ વચ્ચે નીકળતી ઓજત નદી બે કાંઠે થઈ હતી. (તસવીરો: ગૌતમ શેઠ-મેંદરડા, મહેશ કાનાબાર-માળિયા હાટીના, કૃષ્ણકાંત લુક્કા-ચોરવાડ, જાદવભાઈ ચૂડાસમા-પ્રાચીતીર્થ, બ્રિજેશ વેગડા-મોટાદડવા, નિમેષ ચોટાઈ-ઉલેટા, દિલીપ તનવાણી-જેતપુર, ગૌતમ શેઠ-મેંદરડા)

સૌરાષ્ટ્રમાં કયાંક અનરાધાર, કયાંક સાંબેલા ધાર, કયાંક સુપડાધાર મેઘ મહેર


એક પણ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થવા પામી ન હતી, પરંતુ ગઈકાલે દિવસભર અને રાત્રિના પણ વીજળીના ચમકારા અને પવનની સડસડાટી વચ્ચે ભારે વરસાદ થતા એક જ રાત્રિમાં કુદરતે પાક-પાણીનું ચિત્ર બદલી નાંખ્યું છે.
જામનગર જિલ્લામાં ફ્લડ કંટ્રોલ રૃમના જણાવ્યા મુજબ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં કાલાવડમાં 494 મી.મી. એટલે કે 20 ઈંચ જેટલો વરસાદ થતા સમગ્ર તાલુકો પાણી વચ્ચે ઘેરાઈ ગયો હતો. કાલાવડ પંથકમાં થયેલા ભારે વરસાદથી અનેક જળાશયો છલકાઈ ગયા છે. એક જ રાત્રિમાં રણજીતસાગર ડેમ છલકાઈ જતાં શહેરનો પાણી પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. આ ઉપરાંત સાંજે 6 વાગ્યા સુધી માં જામજોધપુરમાં 75 મી.મી., જામનગરમાં 132 , મી.મી., જોડિયામાં 180 મી.મી., ધ્રોળમાં 230 મી.મી. અને લાલપુરમાં 58 મી.મી. વરસાદ થયો છે.
આ ઉપરાંત તાલુકા ના ગ્રામ્ય મથકે આજે સવારે નોંધાયેલ છેલ્લા 24 કલાક ના વરસાદના આંકડા જોઈએ તો મોટી બાણુંગારમાં 1ર0 મી.મી., ફલ્લામાં 1પપ મી.મી., જામવણંથલીમાં 190 મી.મી., ધુતારપુરમાં 180, અલિયાબાડામાં 130, હડિયાણામાં 16પ બાલંભામાં 70, પીઠડમાં 11પ, લતીપરમાં 1રપ, જાલિયા દેવાણીમાં 1પ8, લૈયારામાં 110, નિકાવામાં 17પ, ખરેડીમાં 1પ0, મોટા વડાળામાં 1પ0, ભલસાણ બેરાજામાં 8ર, નવાગામમાં 1પ0, મોટા પાંચ દેવડામાં 110, સમાણામાં 14પ, શેડવડાળામાં 90, ધ્રાફામાં 1પ0, પરડવામાં 9ર, પીપરટોડામાં 9પ, પડાણામાં 80, મોડપરમાં 8પ મી.મી. વરસાદ થયો છે.
પુરની સ્થિતીમાં હાથ ધરાયેલી કામગીરી
જામનગર જિલ્લાના વિવિધ તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક લોકો પૂરમાં ફસાયેલા હતા જેમાં કુલ 16 જેટલા લોકોને એરલિફ્ટ કરીને રેસ્ક્યુ કરવામાં આવેલ છે તેમજ ભારે વરસાદના કારણે જિલ્લામાં આવેલ કુલ ત્રણ સ્ટેટ હાઇવે અને એક નેશનલ હાઈવે અસરગ્રસ્ત થતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવેલ છે.
ધ્રોલ
ધ્રોલ શહેર તથા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આઠથી દશ ઇંચ જેટલો વરસાદ પડેલ છે. ધ્રોલના ઉપરવાસમાં ભારે વરસાદ તે કારણે બાવતીનદીમાં ધોડાપુર આવેલ છે. કાલાવડ વિસ્તારમાં અતિભારે વરસાદને કારણે ઉંડ – 1 ડેમમાં પાણીનો ફલો વધારે આવતા આ ડેમમાં ના. 17/17 દરવાજા આજ સવારથી જ ખોલી નાંખવામાં આવેલ છે. આ પાણીનો જથ્થો ઉંડ નદીમાં ઠલવાતા હેઠવાસમાં મજોડ ગામ પાસે આવેલ. ઉંડ – 2ના 20 દરવાજા સવારે ખોલવામાં આવેલ ત્યારબાદ 30 દરવાજા ખોલવામાં આવેલ અને હાલમાં પાણીની અવાક વધુ થતો આ ડેમમાં 50 દરવાજા ખોલી નાંખવામાં આવેલ છે. અને હજુ વરસાદ ચાલુ હોવાથી ઉંડ – 2 ડેમની પરિસ્થિતિ વિકટ બની રહેલ હોવાનું જણાવેલ.
અતીભારે વરસાદને કારણે ધ્રોલના હેઠવાસમાં તેમજ નદી કિનારે લોકોને જરૂર પડયે સ્થળાંતર કરવામાં ધ્રોલની સમાજીક સંસ્થાઓમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
ડેમો ઓવરફલો
સૌરાષ્ટ્રભરમાં બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે પડધરી – રાજકોટ વિસ્તારમાં ચાલુ છે વરસાદને કારણે આજી 1-2-3 ડેમો ઓવરફલો થતાં તેના દરવાજા ખોલી નાંખવામાં આવતા. હેઠવાસમાં આવેલ આજી નદીમાં પુર આવેલ છે. અને આ પાણીના પુરને કારણે ધ્રોલ – ટંકારા – હાઇવે રોડ પર લતીપર ખાખરા પાસે આવેલ આજી નદીના પુલ ઉપરથી પાણીનો પ્રવાહ વહી રહેલ છે. તેને કારણે આ રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવેલ.
ફલ્લામાં સાડા ચાર ઇંચ
ફલ્લામાં ગઇકાલે સવારથી જ મેઘરાજાનું અગમન થતાં દિવસ દરમ્યાન મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. ગઇ મોડી રા બે મેઘરાજાનું જોરદાર આગમન થતાં રાત્રે માત્ર બે કલાકમાં જ છ ઇંચ વરસદા થયો હતો. અહીં ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ થતાં આજે વહેલી સવારે ડેમનાં તમામ દસેય દરવાજા છ ફુટથી ખોલવામાં આવ્યા હતા. નદી – નાળા તથા ચેક ડેમો છલકાયા છે. ફલ્લા તથા નજીકનાં ગામો અને નજીકનાં જામવાણાથી પંથકમાં ભારે વરસાદ થતાં ખેડૂતો તથા આમ જનતામાં આનંદ જોવા મળે છે.
ડેમો છલકાયાં : લોકો ફસાયા
જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે દસેક ડેમો છલકાઈ ગયા છે, તો અમુક છલકાવવાની તૈયારીમાં છે. શહેરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ એક જ રાત્રિમાં છલકાઈ ગયો છે. ઉપરાંત ઊંડ-1, વિજરખી, ફૂલઝર-1, કંકાવટી, આજી-3, સપડા, વોડીસાંગ, ઉમિયા સાગર, રૃપારેલ છલકાઈ ગયા છે. ઉપરાંત અનેક જળાશયો માં અઢળક નવા નીર ની આવક થવા પામી છે.
ભારે વરસાદના કારણે અલિયાબાડા ગામમાં રપ લોકો છત ઉપર ફસાઈ જતાં ફાયરબ્રિગેડ સ્ટાફે તેમને રેસ્ક્યુ કર્યા હતું. આલિયા ગામ માં 43 ગાય ભેંસ અને બકાર તણાયા હતા. મોટી બાણુંગાર, અલિયાબાડા, ખીમરાણા, ધુંવાવ, વાવડી, વિગેરે ગામો બેટમાં ફેરવાઈ ગયા હતાં. જામનગર જિલ્લા ના ધુડશીયા , બાંગા , સહિત ના ગામ માં પાણી માં ફસાયેલા લોકો ને હેલિકોપ્ટરથી ની મદદ થી બચાવાયા હતા. જામનગર શહેર ના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જામનગર-રાજકોટ ધોરીમાર્ગ ધુંવાવના બેઠા પુલ ઉપર પાણી ફરી વળ્યા હતાં, તો હાઈ-વે ઉપર વાહનવ્યવહાર બંધ થવા પામ્યો હતો. તેવી જ રીતે જામનગર થી પસાર થતી ટ્રેનના રૃટ પણ બદલાયા છે.
તંત્ર દ્વારા જામનગર
(છેલ્લા પાનાનું ચાલુ)
કારણે અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે, ત્યારે કાલાવડ તાલુકાના બાંગા ગામમાં 9 વ્યક્તિ ફસાયા હોવાથી જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એરફોર્સ ના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે, અને લોકોને એરલીફ્ટ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી હતી. જેના ભાગરૂપે બાંગા ગામ માં 9 વ્યક્તિને એરલીફ્ટ કરી ને બચાવી લેવામાં આવ્યા હતા. ઉપરાંત મોડા ગામ ના ફસાયેલા 14 વ્યક્તિને એરલીફ્ટ કરાયા છે.
ધુડશીયા ગામ માંથી પણ આઠ વ્યક્તિને કરવાની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી છે. જ્યારે શેખપાટ ગામ માં બે વ્યક્તિ, કુંનન્ડ ગામમાં બે વ્યક્તિ તથા અલીયા ગામમાં આઠ વ્યક્તિને એરલિફ્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એરફોર્સના બે ચોપર હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.
આ ઉપરાંત જિલ્લામાં બચાવ અને રાહત કામગીરી હાથ કરવાના ભાગરૂપે એનડીઆરએફની ટીમ તેમજ એસડીઆરએફ ની ટીમને પણ મદદ માટે બોલાવાઈ છે.
સોમનાથ જીલ્લામાં
(છેલ્લા પાનાનું ચાલુ)
દિવસમાં 4.5 (સાડા ચાર) ફૂટ નવું પાણી આવ્યું છે.
હિરણ-2 ડેમ ત્રણ તાલુકાના બે શહેરો અને 80 જેટલા ગ્રામ્ય વિસ્તારના ગામોને, બે ઉઘોગો અને સોમનાથ ટ્રસ્ટને પીવાનું પાણી પુરૂ પાડે છે. ગીર જંગલ નજીક ઉમરેઠી ગામ પાસે આવેલ હિરણ-2 ડેમમાં જંગલ વિસ્તારમાં વરસતા વરસાદનું પાણી કુદરતી નદી-નાળા મારફત ઠલવાય છે ત્યારે આજે ગીર જંગલ વિસ્તાર અને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના પગલે હિરણ-2 ડેમમાં સવારથી જ પાણીની આવક શરૂ થયેલ અને સાંજ સુઘીમાં નવું 4.5 (સાડ ચાર) ફૂટ પાણી આવ્યુ છે જેના લીઘે હાલ ડેમ 38 ટકા ભરાય ગયેલ હોવાનું ડેમ અઘિકારી કાલસરીયા અને સીંઘલએ જણાવેલ છે.
2.5થી 22 ઈંચ
(છેલ્લા પાનાનું ચાલુ)
8 ઈંચ, અન્યત્ર 2.5થી સાત ઈંચ હેત વરસ્યુ હતું. જેના કારણે જિલ્લાભરના અનેક જળાશયોમાં વ્યાપક નવા નીરની આવક થતાં કેટલાક ડેમો છલકાયા હતા. જેને કારણે અનેક લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
રાજકોટની ધરાને અંતે મેઘરાજાએ તૃપ્ત કરી દીધી છે અને છેલ્લા 19 કલાકમાં અનરાધાર 17 ઈંચ વરસાદ ખાબકી જતા શહેર આખુ જળમગ્ન થઈ ગયુ છે. ગઈકાલે સાંજ સુધીમાં છૂટોછવાયો બે ઈંચ વરસાદ પડ્યા બાદ રાત્રે 12:30 વાગ્યાથી મેઘરાજાએ તોફાની બેટીંગ શરુ કરી હતી અને આજે બપોરે દોઢ વાગ્યા સુધી સટાસટી બોલાવતા 19 કલાકમાં 17 ઈંચ પાણી પડી ગયુ હતું. રાત્રે 12 વાગ્યાથી આજે બપોરે એક વાગ્યા સુધીના 13 કલાકમાં જ રાજકોટ પંથકમાં એકધારો 15 ઈંચ વરસાદ પડી જતા શહેરના નીચાણ વાળા અનેક વિસ્તારોમાં પાંચ-પાંચ ફૂટ પાણી ભરાઈ ગયા હતા અને આજી, ન્યારી સહિતની નદીઓમાં ઘોડાપુર ઉમટ્યા હતા.
શહેરના તમામ રસ્તાઓ ઉપર જાણે નહીઓ વહેવા લાગતા શહેરમાં ઠેર ઠેર વાહનો ફસાઈ ગયા હતા.
રાજકોટ શહેરમાં આજે બપોરે બે વાગ્યા સુધી મહાનગરપાલિકાએ આપેલા આંકડા મુજબ વેસ્ટ ઝોનમાં 17 ઈંચ, ઈસ્ટઝોનમાં 16 ઈંચ અને સેન્ટ્રલ ઝોનમાં 16॥ ઈંચ વરસાદ નોંધાયો હતો. બપોરે દોઢ વાગ્યા બાદ વરસાદનું જોર ઘટ્યુ હતુ અને વરસાદ ધીમો પડ્યો હતો. જોકે હળવો વરસાદ ચાલુ જ રહેતા સાંજ સુધીમાં ભારે વરસાદ પડવાની શકયતા છે.
આ સાથે શહેરમાં મોસમનો કુલ વરસાદ 40 ઈંચને પાર પહોંચી ગયો છે. વેસ્ટઝોનમાં મોસમનો કુલ વરસાદ 41 ઈંચ થઈ ગયો છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં પણ 41 ઈંચ અને ઈસ્ટઝોનમાં 39 ઈંચ વરસાદ થઈ ગયો છે.
શહેરમાં અનરાધાર વરસાદ ખાબકતા શહેરના આજીનદીના કાંઠાના લલુડી વોંકળી સહિતના વિસ્તારોમાં પાંચથી સાત ફૂટ પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા આશરે બે હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયુ હતું. મ્યુ.કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ અને ફાયરબ્રિગેડ સહિતની ટુકડીઓ ફિલ્ડમાં ઉતારી દેવાઈ હતી.
અતિ ભારે વરસાદના કારણે શહેરની ભૂગર્ભ ગટર પાણીનો સંગ્રહ કરી નહીં શકતા તમામ રસ્તાઓ ઉપર નદીઓ વહેવા લાગી હતી. રૈયા રોડ ઉપર આલાપગ્રીન સીટી નજીક ચારેક ફૂટ પાણીનો પ્રવાહ વહેતો હોવાથી મોટરકારો તણાવા લાગી હતી.
શહેરની મુખ્ય ગણાતી માર્કેટમાં પણ પાણી ભરાયા હતા. જેમાં પરાબજાર અને કાપડ માર્કેટમાં દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. વેપારીઓએ ડોલો લઈને પાણી ઉલેટ્યા હતા. તો ઘણો માલ પલળી જતા નુકશાની પણ થઈ હતી.
સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ
સૌરાષ્ટ્રમાં ગઇકાલથી શરૂ થયેલા ભારે વરસાદ વચ્ચે લો-પ્રેસર મુંબઇથી સૌરાષ્ટ્ર વચ્ચે સ્થિર થયું હોવાથી હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
લથબથ રાજકોટ
સૌરાષ્ટ્રની રાજધાની અને વિશ્ર્વભરમાં રંગીલાપણાથી વિખ્યાત રાજકોટ મહાનગરમાં ચોમાસા સિવાય કંઈ ઘટતુ ન્હોતું. મેઘરાજાના કાને વાત પહોંચી ગઈ હોય તેમ રવિવાર રાતથી આ લખાય છે ત્યારે સોમવારની બપોર સુધી વરુણ દેવે વરસવામાં પાછુ વળીને જોયું નહીં. શહેર આખુ થઈ ગયું પાણી-પાણી. સતાવાર રીતે 16.5 ઈંચ વરસાદ ખાબકી જતા વરહ-આખાની તરસ એકઝાટકે છિપાઈ ગઈ અને પાણીના હલેસામાં રોડ, રસ્તા, ચોક, ચૌરાહા અને ઘરથી માંડી મંદિર સુધી બધ્ધુ જ જાણે છૂપાઈ કે ડૂબી ગયું.
કોટડાસાંગાણી
કોટડાસાંગાણી વાછપરી ડેમ ઓવરફ્લો થવાની શક્યતા જાહેર ચેતવણી નીચાણવાળા વિસ્તારોમાં નદીના પટમાં અવરજવર ન કરવી એમાં ચાર ગામો કોટડા સાંગાણી, ખરેડા, પાંચયાવદર, ગોંડલ ચાર ગામો ને ડેમ ઓવરફલો થવાની શક્યતા હોવાથી જાહેર ચેતવણી આપવામાં આવેલ છે લોકો ને તંત્ર દ્વારા જાહેર ચેતવણી આપવામાં આવે છે કે ઉપરવાસમાં અતીથી ભારે વરસાદ પડવા થી વાછપડી ડેમ ગમેત્યારે ઓવરફલો થવાની શક્યતા હોવાથી જાહેર ચેતવણી આપવામાં આવે છે.
ઢાંક
ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આખો દિવસ વરસતાં વરસાદે 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે અને હજી પણ વરસાદ સતત વરસી રહ્યો છે. તેમજ ઢાંકની બાજુમાં આવેલા વેણુ-2 ડેમમાં પાણીની આવક વધતા 20 જેટલા પાટીયા 2 ફૂટ ખોલવામાં આવ્યા હતા. આજુબાજુના ગામોમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસતા વરસાદથી વાતાવરણમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.
પુલ ધરાશાયી
ગોંડલથી કોલીથડ જતાં માર્ગ પરનો પુલ ભારે વરસાદને કારણે ધરાશયી થતાં કોલીથડ, જામકંડોરણા તરફનો વાહન વ્યવહાર અટકી જવા પામ્યો છે. ડૈયા પાસેનાં પુલ પર પાણી ફરી વળ્યા હોય તંત્ર દ્વારા તકેદારીનાં પગલાં લેવાયાં હતાં. બન્ને પુલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ક્યાં કેટલો વરસાદ
(છેલ્લા પાનાનું ચાલુ)
દ્વારકા
ભાણવડ 1 ઈંચ
પોરબંદર
કુતિયાણા 1.5 ઈંચ
રાણાવાવ 1 ઈંચ
પોરબંદર 1 ઈંચ
અમરેલી
વડીયા 3.5 ઈંચ
બગસરા 1.5 ઈંચ
લીલીયા 1 ઈંચ
ધારી 1 ઈંચ
અમરેલી 0॥
સાવરકુંડલા 0॥
રાજૂલા 0॥
મોરબી
ટંકારા 3 ઈંચ
વાંકાનેર 1.5 ઈંચ
માળિયા 1 ઈંચ
હળવદ 0॥ ઈંચ
ભાવનગર
ભાવનગર 2 ઈંચ
ઘોઘા 2 ઈંચ
સિહોર 0॥ ઈંચ
ગીર સોમનાથ
તાલાલા 2 ઈંચ
ગીરગઢડા 1.5 ઈંચ
વેરાવળ 1 ઈંચ
ઉના 1 ઈંચ
સુત્રાપાડા 0॥ ઈંચ
કોડીનાર 0॥ ઈંચ
કચ્છ
ભચાઉ 1.5 ઈંચ
રાજકોટના કાગદડીની
(છેલ્લા પાનાનું ચાલુ)
પૂત્ર સહિત ત્રણ લોકો વૃધ્ધાને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં કાર લઈને આવતા હતા તે દરમિયાન રાજકોટની ભાગોળે આવેલા કાગદડી ગામે ભારે વરસાદના કારણે ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી. જે ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ રેસ્કયુ હાથ ધરી ત્રણ લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે મણીબેન ગમારા પાણીમાં ગરકાવ થઈ જતાં વૃધ્ધાનું કરૂણ મોત નિપજ્યું હતું. વૃધ્ધાના મૃત્યુથી પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વૃધ્ધા મણીબેન ગમારાને શ્ર્વાસની તકલીફ હોવાથી તેમનો પૂત્ર સહિત ત્રણ વ્યકિત વૃધ્ધાને કારમાં બેસાડી રાજકોટ હોસ્પિટલમાં લાવતા હતા. ત્યારે ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં કાર તણાઈ જતાં કરુણાંતિકા સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અજયભાઈ નિમાવત અને જગદીશભાઈ ભરવાડ સહિતના સ્ટાફે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
36 કલાકમાં જૂનાગઢ
(છેલ્લા પાનાનું ચાલુ)
12 દરમિયાન 4 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી પડતાં સમગ્ર વિસાવદર પંથકમાં પાણી પાણી થઇ જવા પામ્યું હતું.
જૂનાગઢ શહેરમાં પણ વ્યાપક વરસાદની સાથે ગિરનાર તથા દાતારના ડુંગર અને આસપાસના જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ થવાથી જૂનાગઢ મહાનગરને પાણી પુરુ પાડતાં હશનાપૂર ડેમ, વિલીંગ્ડન ડેમ અને આણંદપુર ડેમ ઓવરફલો થઈ જવા પામ્યા છે. તો શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવ પણ ઓવરફ્લો વહી રહ્યું છે, આ સાથે જૂનાગઢની સોનરખ નદી સવારથી જ ગાડીતુર બની છે, તો કાળવામાં પણ ઘોડાપૂર આવ્યા છે, જ્યારે જૂનાગઢ જિલ્લાની તમામ નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી હોવાનું અને ભારે પૂર આવ્યા હોવાના સમાચારો પણ મળી રહ્યા છે.
આ સાથે સવારે જુનાગઢ – રાજકોટ રોડ ઉપર જીઆઇડીસી નજીક પાણી ભરાતા કલાકો સુધી વાહનવ્યવહાર ઠપ થઈ જવા પામ્યો હતો.
જ્યારે જીલ્લાના હશનાપૂર ડેમ, વિલીંગ્ડન ડેમ અને આણંદપુર ડેમ ઓવરફલો થઈ જવાની સાથે બાંટવા નો ખારો ડેમ ઓવરફલો જઈ રહ્યો છે, તેના કારણે ભલગામ, કોડાવાવ, એકલેરા અને સમેગા ગામને સચેત કરાયા છે. તો શાપુર વિવર ડેમના 8 અને વંથલી વિવર ડેમના 12 તથા ધ્રાફળ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં ત્રણ દિવસના વિરામ બાદ ભર્યા ભાદરવા માસમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગથી મોટાભાગના ડેમો માં વિપુલ પ્રમાણમાં નવા નીર આવ્યા છે, જેને લઇને ખેડૂતો પુત્રો ખુશખુશાલ નજરે આવી રહ્યા છે, તો આમ જનતામાં પણ હવે પાણીનો પ્રશ્ન હલ થઈ જશે તેવી ખુશી વ્યક્ત થઈ રહી છે.
આ લખાય છે ત્યારે રાત્રિના 9 વાગ્યે પણ જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં અત્ર, તત્ર, સર્વત્ર, પાણી પાણી થઇ જવા પામ્યું છે, તેની સાથે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસવાનું અવિરત ચાલુ જ હોવાના વાવડ મળી રહ્યા છે, તો તંત્ર પણ ભારે વરસાદથી હરકતમાં આવી ગયું છે, જિલ્લા કલેકટર ઋચિત રાજે વરસાદની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અને સમગ્ર તંત્ર એલર્ટ રખાયું છે.
મેંદરડા
મેંદરડા રાત્રિના સમયથી જ વરસાદ ફૂલ શરૂ થતાં આખો દિવસ વરસ્યો હતો વરસાદ જેને લઇ મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું તેમજ ચાર ઈચ જેટલો વરસાદ વરસ્યો હતો રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા ખેડૂતોના મોઢા પર વરસાદને લઇ ખુશી જોવા મળી હતી.
માળિયા હાટીનામાં 3 ઈંચ
માળીયા હાટીનામાં આજે સવાર થી બપોર ના ચાર વાગ્યા સુધી મા ઝરમર ઝરમર એક ધારો વરસાદ આવ્યો હતો જે ત્રણ ઈંચ પણી પડ્યું છે આસ પાશ ના ગામડા ઓ મા પણ સવાર થી વરસાદ આવે છે. મોસમનો કુલ વરસાદ 873 મી મી એટલે કે 35 ઇચ નોંધાયો છે.
ચોરવાડ
આજરોજ ચોરવાડ ખાતે મોડી રાત્રીથી વરસાદ શરૂ થતાં અત્યારે સાંજે ચાર વાગ્યા સુધીમાં 90 મીમી જેટલો વરસાદ નોંધાયેલ છે અને હજુપણ વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે. હજુપણ વરસાદ થવાની પૂરી સંભવના છે. તેમજ વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયેલ છે.
જાહેરનામુ
જૂનાગઢ જિલ્લાના અધિક જિલ્લા મેજસ્ટ્રેટ એલ.બી. બાંભણિયાએ ભારે વરસાદ તથા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે આગામી તા. 16 સપ્ટેમ્બર સુધી જૂનાગઢના વિલિંગ્ડન ડેમ તથા ભવનાથ વિસ્તારમાં આવેલ દામોદર કુંડ તથા આસપાસના વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવા એક જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ જાહેર કર્યો છે. જો કે આ બાબતે જિલ્લા કલેકટર દ્વારા ટ્વીટ કરી ભવનાથ વિસ્તારના લોકો, તથા ત્યાંના વેપારીઓ અને જરૂરિયાતવાળા વ્યક્તિઓને ભવનાથ વિસ્તારમાં જવા દેવા માટે પોલીસ તંત્રને સૂચના આપી હોવાનું જણાવ્યું છે.
શાળામાં રજા
જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાઘ્યાયએ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ઘ્યાને લઈ જિલ્લાની તમામ સરકારી, બીન સરકારી, અનુદાનીત અને બીન અનુદાનીત પ્રાથમિક, માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શાળામા આવતીકાલે મંગળવારના દિવસે શૈક્ષણિક કાર્ય બંઘ રાખવાની સુચના જારી કરી દીધી છે.

રિલેટેડ ન્યૂઝ