વેરાવળ-પ્રભાસપાટણને પાણી પુરૂ પાડતોે હિરણડેમ છલકાયો

નીચાણવાળા વિસ્તાર અને ગામડાને એલર્ટ કરાયા

(પ્રતિનિધિ દ્વારા)
વેરાવળ,તા.15
ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન હિરણ – 2 ડેમ ના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ભરપુરનવા નીરની આવકના પગલે આજે સાંજે ડેમ ઓવરફલો થયેલ હતો જેથી હાલ ડેમનો એક દરવાજો એક ફૂટ
ખોલવામાં આવેલ છે. ડેમ ઓવરફ્લો થઇ ગયાના પગલે પાંચ લાખની પ્રજા અને હજારો ખેડૂતો ઉપર ત્રણ દિવસ પૂર્વે મંડરાતુ જળસંકટ દુર થતા ખુશીની લાગણી પ્રર્વતેલ છે.વેરાવળ-સોમનાથ તથા તાલાલા ગીર પંથકમાં ચોમાસાની સીઝન પૂર્ણ થવાના આરે પહોંચી ગયેલ ત્યાં સુઘી
મેઘરાજા મનમુકીને વરસ્યા ન હોવાથી ત્રણેય પંથકના નદી – નાળા તથા પીવાના પાણીના સ્ત્રોતો એવા ડેમોનાતળીયા દેખાવવા લાગતા જળસંકટની ભીતી ઉભી થઇ હતી. સોમનાથ પંથકના જોડીયા શહેર વેરાવળ-પાટણ અને ગ્રામ્ય વિસ્તારના 80 ગામોની પાંચ લાખની પ્રજા તથા બે ઉઘોગો, સોમનાથ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ અને 6 હજાર હેકટર ખેતીની જમીનમાં પીયત માટે પાણી પુરૂ પાડતા જીલ્લાના સૌથી મોટા એવા હિરણ – 2 (ઉમરેઢી) ડેમ તળીયા ઝાટક થઇ ગયેલ હતો જેથી લાખો લોકો અને હજારો હેકટર ખેતીની જમીનના ખેડૂતોને પીવાના પાણી માટે હાડમારીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાય હતી.
છેલ્લા થોડા દિવસોથી ગીર જંગલ પંથક અને તાલાલા ગીર, વેરાવળ-સોમનાથમાં વરસેલ ઘોઘમારવરસાદના પગલે હિરણ – 2 ડેમમાં પાણીની આવક શરૂ થઇ હતી. આ સાથે ઉપરવાસમાં પણ પડેલ ભારે વરસાદનું પાણી નદી-નાળા મારફત ડેમમાં આવતુ હોય જેમાં પણ ઉતરોતર વઘારો થઇ રહયો હતો જેના પગલે હિરણ – 2 ડેમમાં ફકત 21 ફૂટ જેટલા નવા પાણીની આવક થઇ હતી જેના પગલે આજે સાંજે ડેમ ઓવરફલો થઇ ગયો હતો. જેથી બપોરે 1-30 કલાકે ડેમ સંપૂર્ણ ભરાઇ જતા 2-30 કલાકે ડેમના હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવેલ ત્યારબાદ બપોરે 3-30 કલાકે ડેમનું સાયરન વગાડી નદી કાંઠાના વિસ્તારોને આખરી ચેતવણી આપી ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવેલ હોવાનું ડેમ અઘિકારી એન.બી.સિંઘલએ જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ