ભાવનગર જીલ્લામાં અનેક ગામોમાં ચાર માસથી વિજ પુરવઠો છે બંધ

વાવાઝોડા સમયથી હેરાન થતી પ્રજાએ પાઠવ્યું આવેદન

(પ્રતિનિધિ દ્વારા)
ભાવનગર,તા.15
તૌકતે વાવાઝોડા વેળા વ્યાપક તારાજી બાદ હજુ પણ ખેતીવાડી ક્ષેત્રે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં વીજ તંત્ર નિષફળ રહેતા ખેડૂતોમાં નારાજગી ફેંલાઇ છે, તંત્રની નિષ્કાળજી અને કાર્ય પદ્ધતિ સામે ખેડૂતોમાં અનેક ફરિયાદ ઉઠી છે. આ મામલે મામસા વીજ કચેરીમાં આવેદન પાઠવી ભાવનગર જિલ્લાના ભંડારિયાના ખેડૂતોએ મુશ્કેલીનો હલ લાવવા જણાવ્યું હતું.
તૌકતે વાવાઝોડા બાદ સમારકામ થયું તેમાં થુકના સાંધા થયા હોય તેમ ભડી સબ સ્ટેશન તળે આવતા ભંડારિયાના તંબોળિયા ફીડરમાં સૌથી વધારે તકલીફ રહે છે, વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જાય છે. ગેંગ સ્વીચ બળી જતા તે રીપેર કરવા ચાર દિવસથી ચલક ચલાણુંની નીતિ અપનાવાય છે, ખેડૂતોની સમસ્યા સંદર્ભે બેદરકારી દાખવી ઉડાઉ જવાબ આપવામાં આવે છે. તેમ આ રજુઆતમાં રોષભેર જણાવ્યું હતું. વધુમાં વાડીઓમાં મકાન બાંધી ખેડૂતો વસવાટ કરે છે ત્યારે લો વોલ્ટેજની સમસ્યા માથાના દુ:ખાવા સમાન છે. ખેડૂતોની સુવિધા પર પૂરતું લક્ષય આપવા આ રજુઆતમાં ભારપૂર્વક જણાવાયું હતું.

રિલેટેડ ન્યૂઝ