ગારિયાધારના માંગુઠા ગામમાં પતિએ પત્નીને પતાવી દીધી

ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા વૃધ્ધે પત્નીને છરીના ઘા ઝીંક્યા વચ્ચે પૌત્રી પણ ઘવાય

(પ્રતિનિધિ દ્વારા)
ભાવનગર તા. 15
ગારિયાધાર પંથકના માંગુઠા ગામે ઘરકંકાસના કારણે આજે વૃધ્ધ દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ઉશ્કેરાયેલા વૃધ્ધે પત્નિને છરીના ઘા ઝીંકી દેતા તેને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાઈ હતી. જ્યાં તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જ્યારે દાદા-દાદીના ઝઘડામાં વચ્ચે પડેલી પૌત્રીને પણ ઈજા થઈ હતી. આ બનાવ બાદ વૃધ્ધ નાસી છૂટ્યો હતો.
ખુનના આ બનાવની મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકામાં માંગુકા ગામે રહેતા જીવરાજભાઈ જાદવભાઈ રાઠોડને તેની પત્ની તેજુબેન જીવરાજભાઈ રાઠોડ (ઉ.વ.64) સાથે ઝઘડો થતા ઉશ્કેરાઈ જઈ જીવરાજભાઈએ પત્ની પત્ની તેજુબેન ઉપર છરીના ઘા ઝીંકી દીધા હતા. અને વચ્ચે પડેલી તેની પૌત્રી રેશમાને પણ ઈજા પહોંચાડી નાસી છુટ્યો હતો.
દરમ્યાન ગંભીર રીતે ઘવાયેલ તેજુબેનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટી ગયો હતો. આ અંગે ગારીયાધાર પોલીસે ગુન્હો નોંધી આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ