બાવળીયાનું પત્તુ કપાતા સમર્થકોએ વિંછીયા ગામ બંધ કરાવી દીધું

(પ્રતિનિધિ દ્વારા)
જસદણ તા.16
ભાજપ દ્વારા નો-રિપીટ થીયરી અપનાવાતા મંત્રી મંડળમાં સિનિયર નેતાઓનું પત્તું કપાશે તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું હતું. જેમાં જસદણ-વિંછીયા તાલુકાના ધારાસભ્ય કુંવરજી બાવળીયાની મંત્રી મંડળમાંથી બાદબાકી કરાશે તેવી ભીતિને લઈને બાવળીયાના સમર્થકો દ્વારા જાહેર નોટીસ બોર્ડમાં વિંછીયા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જોકે બાવળીયાના સમર્થકોએ આપેલા બંધના એલાન વચ્ચે વેપારીઓનું સમર્થન ન મળતા વિંછીયાની બજારો રાબેતા મુજબ ધમધમતી જોવા મળી હતી. બાદમાં બાવળીયાના સમર્થકોએ ટોળે વળી અમુક વેપારીઓને સાથે રાખી ધંધા-રોજગાર બંધ કરાવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. જોકે થોડા સમય બાદ કુંવરજી બાવળીયાએ ક્યાંય ખોટા પ્રપંચ કે ખોટા દેખાવો ન કરો તેવી અપીલ સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો મુકતા ફરી વિંછીયાની બજારો ગ્રાહકોથી ધમધમવા લાગી હતી.
નો-રિપીટની થિયરીને તમામ લોકોએ સ્વીકારવી જોઈએ. ક્યાંય ખોટા પ્રપંચ કે ખોટા દેખાવો ન કરો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય પ્રધાનોએ જે નિર્ણય કર્યો છે. તે મને શિરોમાન્ય છે. અને મારી સૌ ને અપીલ છે કે કોઈએ આ નિણર્યનો વિરોધ કરવો નહિ. સમાજના આગેવાનોને પણ મારી નમ્ર વિનંતી છે કે ક્યાંય ખોટા પ્રપંચ કે ખોટા દેખાવો ન કરો. આપણે ફરીથી આપણા વિસ્તારમાં કામે લાગી જઈએ અને નો રિપીટ થિયરીને આપણે સૌ આવકારીએ તેવી મારી અપીલ છે.

રિલેટેડ ન્યૂઝ