ગીર સોમનાથ જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં 3481 કેસનો નિકાલ

3.36 કરોડનું સમાધાન વળતર અપાયું

(પ્રતિનિધિ દ્વારા)
વેરાવળ તા.16
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ ગીર-સોમનાથ જિલ્લાના કાનુની સેવા સત્તામંડળના ઉપક્રમે જિલ્લા અદાલત ગીર સોમનાથ તેમજ તાબા હેઠળની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 3481 કેસો રૂા.3,36,85,590.64 સમાધાન વળતર રાહે નિકાલ કરવામાં આવ્યો હતો.
આ લોક અદાલતમાં ચેક રીર્ટન, બેન્ક લેણા, વાહન અકસ્માત, લેબર, વીજળી બીલને લગતા, પાણી બીલને લગતા સર્વીસ મેટર, રેવન્યુ મેટર, લગ્ન સબંધી, જમીન સંપાદનને લગતા કેસોનો નિકાલ કરાયો હતો. આ કેસોમાં પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થતા પ્રિલીટીગેશન કેસો-176, પેન્ડીંગ કેસો-1207 અને સ્પેશીયલ સીંટીંગના કેસો-2098 મળી 3481 ફેસલ થયેલ હોવાનું જીલ્લા કાનુની સત્તા મંડળની યાદીમાં જણાવાયું છે.
ગીર-સોમનાથ જિલ્લાના બાગાયતદારો જાણવા જોગ.ગીર-સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુત મિત્રોએ બાગાયત ખાતા, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ 2021 – 22 માટે આઇ-ખેડુત પોર્ટલ તા.30 સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે જેનો લાભ લેવા માંગતા બાગાયતદારોએ ૂૂૂ.શસવયમીિ.ંલીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ પર ઓનલાઇન અરજીકરવાની રહેશે. સમય મર્યાદામાં વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજી કરી તેની નકલ સાથે જરૂરી કાગળો તાજેતરના 7 / 12 અને 8-અ ના ઉતારાની અસલ નકલ, બેંક પાસબુકની નકલ, આધારકાર્ડની નકલ, ડ્રીપ ઇરીગેશન અંગેના પુરાવાની નકલ સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા-1, ત્રીજો માળ, વેરાવળ ખાતે બીનચુક જમા કરાવવાના રહેનાર હોવાનું બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.
વેરાવળ ખાતે 18 સપ્ટેમ્બર નાં રોજ જિલ્લાકક્ષાનો યુવા ઉત્સવ સ્પર્ધા યોજાશ.ે
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, ગીર-સોમનાથ દ્વારા વેરાવળ મણીબેન કોટક હાઇસ્કુલ ખાતે તા.18/09/2021 નાં રોજ સવારે સાડા નવ કલાકે જિલ્લાકક્ષાનો યુવા ઉત્સવ સ્પર્ધા-2021 યોજાશે જેમાં વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પાદપૂર્તિ, ગજલ-શાયરી લેખન, કાવ્ય લેખન સહિતની સ્પર્ધાઓમાં તાલુકાકક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકો ભાગ લઇ શકશે તેમ યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ