ગીર-સોમનાથ જિલ્લાના 9 લાખ લોકોને કોરોનાથી રક્ષિત

કોરોના ત્રીજી લહેરની શકયતા વચ્ચે આરોગ્યલક્ષી કામગીરી વેગવંતી

(પ્રતિનિધિ દ્વારા) વેરાવળ તા. 16
કોરોના મહામારી સામે વેકસીન અમોધ શસ્ત્ર સાબિત થયેલ છે. ગીર-સોમનાથ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના 6 તાલુકામાં પ્રથમ ડોઝ 7,01,472 લોકોને અને બીજો ડોઝ 1,98,609 લોકોને વેકસીનથી રક્ષિત કરાયા છે. ગીરગઢડા તાલુકામાં 78,139 પ્રથમ ડોઝ અને 17,816 ને બીજો ડોઝ, કોડીનાર તાલુકામાં 1,34,840 પ્રથમ ડોઝ અને 40,204 ને બીજો ડોઝ, સુત્રાપાડા તાલુકામાં 87,487 પ્રથમ ડોઝ અને 25,363 ને બીજો ડોઝ, તાલાળા તાલુકામાં 82,021 પ્રથમ ડોઝ અને 23,974 ને બીજો ડોઝ, ઉના તાલુકામાં 1,51,452 પ્રથમ ડોઝ અને 31,700 બીજો ડોઝ, વેરાવળ તાલુકામાં 1,67,533 ને પ્રથમ ડોઝ અને 59,552 બીજો ડોઝ આપવામાં આવેલ છે. જિલ્લામાં 9,00,081 લોકોનું વેકસીનેશન કરી કોરોનાથી રક્ષિત કરાયેલ હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ