મોરબીમાં 5.43 કરોડના ખર્ચે નવા બસ સ્ટેન્ડનું નિર્માણ કાર્ય શરૂ

(પ્રતિનિધિ દ્વારા) મોરબી તા. 16
મોરબીમાં 543 લાખના ખર્ચે નિર્માણધીન બસ સ્ટેન્ડના કામનો પ્રારંભ કરાયો
મોરબીમાં 543.56 લાખના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ નવુનકોર બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે જે કામના ખાતમુહૂર્ત બાદ કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમબ543 લાખના ખર્ચે નિર્માણધિન બસ સ્ટેશનમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેને વેઇટીંગ હોલ, સ્ટુડ્ન્ટ પાસ, રીઝર્વેશન રૂમ, ડેપો મેનેજર રૂમ, કંટ્રોલ રૂમ, સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂમ, એડમીન ઓફિસ, વી.આઇ.પી. વેઇટીંગ લોંજ, કેન્ટીન, વોટર રૂમ, સ્ટોલ કમ શોપ, ઇલેક્ટ્રીક રૂમ, પાર્સલ રૂમ, લેડીજ રેસ્ટ રૂમ, બેબી ફિડીંગ રૂમ, મુસાફર જનતા માટે શૌચાલયની ગ્રાઉન્ડ ફ્લોર પર સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
જ્યારે પ્રથમ માળે કેશ રૂમ, બુકીંગ રૂમ, ટ્રે રૂમ, નાઇટ ક્રુ, રેસ્ટ રૂમ, સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ