ખંભાળીયામાં 3ાા, લાલપુર-1ાા, જામજોધપુર-1 અન્યત્ર ઝાપટાથી 0ાા ઇંચ

બે દિવસ રાહત વચ્ચે હળવા મધ્યમ વરસાદનો દૌર રહ્યો ચાલુ: રવિવારથી ફરી છુટાછવાઇ મેઘ મહેર વચ્ચે કેટલાક સ્થળે ભારે વરસાદની આગાહી

(પ્રતિનિધિ દ્વારા)

(્યજિિિ ઙ્ગક)
રાજકોટ, તા. ૧૬
આખા રાજ્યમાં ભાદૃરવો ભરપૂર થઇ રહૃાો છે. ત્યારે ડિપ્રેશનની અસરને કારણે આજે જામનગર, પોરબંદૃર, વલસાડ, દ્વારકા, અમરેલીમાં ભારે વરસાદૃની આગાહી કરવામા આવી છે. આ સાથે રાજ્યમાં આગામી બે દિૃવસ ભારે વરસાદૃ રહેવાની પણ શક્યતાઓ છે. જોકે સૌરાષ્ટ્ર પરથી રેડ એલર્ટ હટી જતા મોટી રાહત મળી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં કોઇપણ સ્થળે વરસાદૃની રેડ એલર્ટ નથી.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વરસાદૃી સિસ્ટમ થોડી નબળી પડતા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં આગામી બે દિૃવસ ભારે વરસાદૃ થઇ શકે છે. તો દૃક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારમાં ભારે વરસાદૃ વરસી શકે છે. ભારે વરસાદૃની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી બે દિૃવસ ભાવનગર, ગીરસોમનાથ, અમરેલીમાં ભારે વરસાદૃની આગાહી છે. તો દૃક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ, નવસારીમાં ભારે વરસાદૃ થઇ શકે છે. દૃક્ષિણ અમદૃાવાદૃમાં ભારે વરસાદૃ થઇ
શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર, મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, ઓડિશામાં જે સિસ્ટમ સક્રિય બની હતી તે ગુજરાત તરફ આવી રહી હતી, જેના પગલે આ એલર્ટ આપવામાં આવ્યું હતું. આ સિસ્ટમ ફંટાઈ જવાને પગલે હવે રેડ એલર્ટની આગાહી પરત લેવામાં આવી છે. જોકે, રેડ એલર્ટની આગાહી હટાવી લેવામાં આવી હોવા છતાં આગામી ત્રણ દિૃવસ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદૃ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દૃેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદૃર,ગિર-સોમનાથ, અમરેલી, ભાવનગર, દૃાહોદૃ, વડોદૃરા, છોટાઉદૃેપુર, નર્મદૃા,ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદૃ થશે એવી આગાહી છે. ૧૭ સપ્ટેમ્બરથી ૧૮ સપ્ટેમ્બર સુઘી ઉત્તર ગુજરાત તથા મોરબી, જામનગર, દૃેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદૃ થઈ શકે છે. આગામી ૧૮ સપ્ટેમ્બર સુધી કચ્છ જિલ્લામાં ભારે વરસાદૃની શક્યતાઓ છે.


રાજકોટ
રાજકોટમાં સવારથી ઉઘાડ રહ્યા બાદ બપોરે 12 વાગ્યાથી આકાશ કાળા ડિબાંગ વાદળાઓથી છવાયું હતું અને દિવસભર વારંવાર ઝાપટા પડી ગયા હતા. તો જીલ્લામાન પણ કેટલાક સ્થળે મેઘમહેર નોંધાઇ હતી. રાજકોટમાં અમુક વિસ્તારમાં અડધાથી એક ઇંચ વરસાદ વરસ્યાના વાવડ મળ્યા હતા.
જામનગર
જામનગર શહેર જિલ્લા માં ગઈકાલ થી મેઘરાજા એ વિરામ લીધો હતો જ્યારે આજે જિલ્લા ના ત્રણ તાલુકા મથક માં ફરીથી મેઘો મંડાયો હતો, અને લાલપુર પંથકમાં ધોધમાર દોઢ ઇંચ ,જામજોધપુર માં એક ઇંચ જ્યારે જામનગર શહેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત લાલપુર અને ગ્રામ્ય પંથકના વરસાદને લઈને રંગમતી ડેમ માં ફરીથી નવું પાણી આવતાં ડેમની સપાટી જાળવવા ના ભાગરૂપે રંગમતી ડેમ ના પાટિયા ખોલવા પડ્યા હતા. જેથી જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારો તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે રહેવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી, અને લોકોમાં પણ દોડધામ થઈ છે.
જામનગર શહેરમાં આજે સવારથી ઉઘાડ નીકળ્યો હતો, અને સૂર્ય દેવતાનો આકરો મિજાજ જોવા મળ્યો હતો. પરંતુ બપોર પછી ફરીથી વાતાવરણ પલટાયું હતું, અને વરસાદ શરૂ થયો હતો. એક કલાકના સમયગાળા દરમિયાન અડધો ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલો મળ્યા છે.
લાલપુર
લાલપુરમાં આજે બપોરે 4 થી 6 વચ્ચે 36 મીમી વરસાદ નોંધાયેલ હતો. જેમાં લાલપુર ઢાંઢર નદીમાં ઘોડાપુર આવેલ તેમજ ઉપરવાસ વધારે વરસાદ હોવાથી લાલપુર નાંકરી હોકરીમાં વધારે પુર આવતા રીવરફ્રન્ટ નવુ બનાવેલ છે. જેમાં પાણી ફરી ગયેલ હતા.
ખંભાળિયા
ખંભાળિયા પંથકમાં છેલ્લા ત્રણેક દિવસના મેઘ વિરામ બાદ આજે બપોર બાદ પુન: સવારી વરસી હતી અને સાંજે સાડા ત્રણ ઈંચ વરસાદ વરસી જતા ઠેર ઠેર પાણી ચાલી નીકળ્યા હતા.
આજે સવારથી વાતાવરણમાં ઉઘાડ તથા સૂર્યનારાયણના દર્શન બાદ બફારા ભર્યા માહોલ વચ્ચે બપોરે ઘટાટોપ વરસાદી માહોલ છવાયો હતો અને સાડા ત્રણ વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે સાંજ સુધીમાં ભારે બાદ હળવા ઝાપટા રૂપે સાંજ સુધીમાં 84 મીમી પાણી વરસી ગયું હતું. મુશળધાર વરસાદના પગલે તાલુકાના મોટા ભાગનાં જળાશયો તરબતર બન્યા છે. ખંભાળિયા શહેરને પાણી પુરૂ પાડતા ઘી ડેમમાં ગઇકાલ સુધીમાં નવા નીરની આવક થતાં ડેમની સપાટી સાડા દસ ફૂટ સુધી પહોચી છે. આ ઉપરાંત મહત્વના એવા જામનગર રોડ પરના સિંહણ ડેમની સપાટીમાં પણ વધારો થતા હાલ ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. આજે સાંજે છ વાગ્યા સુધીમાં ખંભાળિયા તાલુકામાં કુલ 851 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કલ્યાણપુરમાં આજે સાંજ સુધીમાં 17 મિલીમીટર તથા ભાણવડમાં 4 મીલીમીટર વરસાદ નોંધાયો છે. દ્વારકામાં આજે નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી.
ભાવનગર
ભાવનગર જીલ્લાના વલ્લભીપુરમાં દોઢ ઇંચ ઉમરાળામાં અર્ધો ઇંચ વરસાદ પડયો છે. ભાવનગર શહેરમાં આજે સાંજે વરસાદનું ઝાપટુ વરસી ગયું હતુ. જયારે જીલલના વલભીપુરમાં બપોરે ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. જયારે જીલ્લાના ઉમરાળા, જેતર અને તળાજામાં છુટો છવાયો વરસાદ પડયો છે. ભાવનગર શહેરમાં આજે રાતે વિજળીનાં કડાકા ભડાકા સાથે જરમર વરસાદ શરૂ થયો હતો. ભાવનગરના વલભીપુરમાં 39 મીમી ઉમરાળામાં 13 મીમી જેસરમાં 4 મીમી અને તળાજામાં 1 મીમી વરસાદ નોંધાયો છે.

રિલેટેડ ન્યૂઝ