રાજયમાં સુકાનના સાથીદાર બનતા સૌરાષ્ટ્રના સાત સપુતો

જામનગર ગ્રામ્ય અને ભાવનગરના ધારાસભ્યને મંત્રી મંડળમાં કેબીનેટકક્ષાનો મળ્યો દરજ્જો: મોરબી, કેશોદ, મહુવા, લીંબડી, રાજકોટના એમ.એલ.એને બનાવ્યા રાજયકક્ષાના મંત્રી

મંત્રીમંડળમાં સમાવિષ્ટ ખકઅ
ધારાસભ્ય………મતવિસ્તાર
અરવિંદ રૈયાણી રાજકોટ(દક્ષિણ)
રાઘવજી પટેલ જામનગર(ગ્રામ્ય)
જીતુ વાઘાણી ભાવનગર(વેસ્ટ)
બ્રિજેશ મેરજા મોરબી
કિરીટસિંહ રાણા લીંબડી(સુ.નગર)
રાઘવજી મકવાણા મહુવા(ભાવનગર)
દેવા માલમ કેશોદ (જૂનાગઢ)

(પ્રતિનિધિ)
રાજકોટ તા,16
ગાંધીનગરમાં ગઈકાલે નવા મુખ્યમંત્રીના પ્રધાનમંડળનો શપથ સમારોહ નાટકીય રીતે રદ્દ કરી દેવામાં આવ્યો હતો. આજે જે ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ તેઓને ફોન કરીને જાણ કરવામા આવી છે આ મંત્રીપદ માટે સૌરાષ્ટ્રના 7 ધારાસભ્યને ફોન આવતા સૌરાષ્ટ્રમાં ભારે જશનોલ્લાસનો માહોલ છવાયો છે અને ધારાસભ્યના સમર્થકો દ્વારા ફટાકડાઓ ફોડી આતશબાજી કરવામાં આવી હતી અને મોઢામીઠા કરીને ઉજવણી કરી હતી. ભાજપે નો-રીપીટ થીયેરી અપનાવતા રાજ્યના નવોદિત અને રૂપાણી કેબિનેટમાં જેની અવગણના થઈ હતી તેવા ધારાસભ્યને લોટરી લાગવા સમાન છે. રાજકોટના અરવિંદ રૈયાણી સહિત સૌરાષ્ટ્રના 7 જેટલા ધારાસભ્યોને મંત્રી મંડળમાં સમાવેશ કરવામા આવ્યો છે. જેઓનો આજે સન્માન સમારોહ યોજવામા આવશે. સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર અને જૂનાગઢના ધારાસભ્યને શપથ માટે ફોન આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકીય વિસ્લેશકોના મંતવ્ય મુજબ ગુજરાતના રાજકિય ઈતિહાસમાં પ્રથમવાર સૌરાષ્ટ્રને સૌથી વધુ પ્રાધાન્ય અપાયુંછે. સૌરાષ્ટ્રના કેટલાક મંત્રીઓ અને દીગ્ગજ નેતાઓને કાપી ભાજપે બેલેન્સ જાળવવા નવોદિતોને સ્થાન આપ્યુ છે. નવોદિત ચહેરાઓના સમર્થકો સૌરાષ્ટ્રભરમાં હોય ભાજપે આ થિયેરી અપનાવી છે. સૌરાષ્ટ્રના નવ ધારાસભ્યમા પટેલ, કોળી, ક્ષત્રિય, બ્રાહ્મણ સહિતની જ્ઞાતીના ધારાસભ્યને મંત્રી મંડળમાં સ્થાન આપી તથા કથિત ઉઠી રહેલા વિરોધને ખાળવાનો પ્રયાસ કરી ભાજપે એક કાકરે બે શિકાર કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ