સોમનાથ જીલ્લાના 345 માંથી 236 ગામોમાં 100 ટકા કોરોના રસીકરણ

મહામારીના રસીકરણમાં રાજયમાં પ્રથમ સ્થાને રહ્યો સોમનાથ જીલ્લો

(પ્રતિનિધિ દ્વારા)
વેરાવળ તા.16
કોવીડ મહામારીમાં વેકસીનની કામગીરીમાં આરોગ્ય વિભાગની શ્રેષ્ઠ કામગીરીના કારણે રાજ્યમાં પ્રથમ સ્થાન ગીર-સોમનાથ જિલ્લાએ મેળવ્યુ છે.
તા.16 જાન્યુઆરી 2021 થી જિલ્લામાં કોવીડ વેકસીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાની કુલ વસ્તી 12,89,942 છે. જે પૈકી વેકસીન માટે 18 વર્ષથી ઉપરના 905077 લોકો છે. પ્રથમ ડોઝ 7,01,472 લોકોને આપવામાં આવેલ છે અને બીજો ડોઝ 1,98,609 લોકોને આપવામાં આવેલ છે. જિલ્લામાં કુલ 345 ગામો આવેલ છે. જેમાંથી 236 ગામોમાં પ્રથમ ડોઝ 100 ટકા આપવામાં આવેલ છે.
જિલ્લામાં કુલ 39 વોર્ડમાથી 5 વોર્ડમાં 100 ટકા વેકસીનેશન કરવામાં આવેલ છે. તા.17 સપ્ટેમ્બર નાં રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ પર યોજાનારા ગરીબોના બેલી સરકાર કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં 200 થી વધુ સેશન, 50 થી વધુ મોબાઇલ સેશન અને 75 થી વધુ રાત્રી સેશનનું આયોજન કરી 50,000 થી વધુ લોકોને વેકસીનેશન કરવામાં આવનાર હોવાનું કલેકટર રાજદેવસિંહ ગોહીલે જણાવ્યું હતું.
(તસ્વીર: રાજેશ ઠકરાર – વેરાવળ)

રિલેટેડ ન્યૂઝ