ટિમ ગબ્બર ગુજરાત દ્વારાજેસરનારાણીગામમાં વન્ય પશુઓની અવર જવર હોય પુરા ગામમાં સ્ટ્રીટ લાઈટની સુવિધાઓ આપવા રજુઆત

વિસાવદર,તા.16
વિસાવદર તા.ટિમગબ્બર ગુજરાત સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રશ્નો અંગે સતત સરકારશ્રીમાં રજૂઆતો કરી રહી છે ત્યારે ટિમ ગબ્બર ગુજરાતના સૂત્રધારો કે.એચ.ગજેરા તથા નયનભાઇ જોશી દ્વારા કલેક્ટર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી.
ટી.ડી.ઓ.તલાટી મંત્રી વિગેરેને લેખીત રજુઆત કરી જણાવેલ છે કે, જેસરના રાણી ગામમાં અવાર નવાર જંગલી વન્ય પ્રાણીઓ ગામની વચ્ચે અંદર આટા ફેરા કરતા રહે છે તથા પશુઓના મારણ કરતા જોવા મળે છે અને આ માટે સૌપ્રથમ વારંવાર ગ્રામજનો તરફથી શેરી લાઈટ(સ્ટ્રીટ લાઈટ) માટે સ્થાનિક સરપંચ તથા તલાટીને રૂબરૂ મળી રજુવાત કરેલ છે.અને હમણાં થોડા સમય પહેલા ફરી એક વાર ગામની વચ્ચે ગાયનું મારણ કરતા જંગલી વન્ય પ્રાણી (સિંહ) જોવા મળ્યા છે.જેની જાણ થતાં સૌથી પેહલા તલાટી મંત્રી તથા સાથે સાથે સરપંચશ્રી સાથે લાઈટ માટે વાતચીત તથા જરૂર મુજબ જવાબ ના મળતા આ કાર્યને મહત્વના દેતા ધારાસભ્ય ને પણ ફોન દ્વારા ગામમાં સ્ટ્રીટ લાઈટ ઉપલબ્ધ કરાવવા જણાવેલ છે પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી અને ગામના લોકો દ્રારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. સદર રજુવાત તલાટી,સરપંચ,અને ધારાસભ્ય ને કરેલી રજુવાતનો કોઈ જવાબ મળ્યો નથી કે આ અંગે કોઈ જાણકારી આપેલ નથી.આમ, અવાર નવાર હમણાં થોડા સમયથી કેટલાક ગામોમાં વિવિધ પ્રકારના હિંસક હુમલા જંગલી વન્ય પ્રાણીઓ અમારા વિસ્તારમાં જોવા મળે છે અને આવા સમયે સમગ્ર ગામમાં અંધારપટ હોય તેનાથી ગ્રામજનોમાં વધારે પ્રમાણમાં ડરનો માહોલ બની જાય છે અને એમાં પણ ગામમાં ગ્રામપંચાયત કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તરફથી એકપણ નાનો એવો લેમ્પ કે ટ્યુબ લાઈટ પણ નથી નાખવામાં આવેલ જેથી છેલ્લા કેટલાય સમયથી ગામના લોકો ડરના માહોલમાં જીવે છે અને પોતાના કીમતી ઢોર ના રક્ષા માટે રાતના સમયે જાગવું પડે છે. જેથી ગામની પ્રાથમિક જરૂરિયાત સ્ટ્રીટ લાઈટ માટે ગ્રામજનોની સ્ટ્રીટ લાઈટની માંગ ઉઠી છે.જેથી ઉપરોક્ત ટીમ ગબ્બરની રજુવાત યોગ્ય કચેરી /અધિકારીને પહોંચાડી તાત્કાલિક યોગ્ય અને ગ્રામજનોના હિતમાં સ્ટ્રીટ લાઈટ ઉપલબ્ધ કરી કરાવી રજુવાત અન્વયે કરેલી કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટીમ ગબ્બરના સરનામે મોકલી આપવા માટે અરજ સહ વિનંતી કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ