ભુજ, અંજાર, ભારાસરમાંથી બે લાખની મત્તા ચોરાઈ

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીધામ તા. 16
ભુજ જિલ્લામા તસ્કરરાજ હોય ત્ોમ દૃરરોજ તસ્કરીના કિસ્સા સામે આવી રહૃાા છે. પોલીસ એક ગુનાનો ભેદૃ ઉકેલે ત્યાં નવા 4 ચોરીના બનાવ આવી જાય છે. ભુજમાં થયેલી મોટી ચોરીનો ભેદૃ ઉકેલાયો નથી, પરંતુ નાની ઘટનાઓ સતત વધી રહૃાા છે. ત્ો વચ્ચે ભુજ, અંજાર અન્ો ભારાસરમાંથી ર લાખની મત્તા ચોરાઈ હોવાનો મામલો સામે આવ્યો છે.
ભુજમાં મેમણ જમાતખાના પાસ્ો ચોરીનો બનાવ બન્યો હતો. ભાવેશ્ર્વરનગર પાસ્ોના આદૃર્શ ટાવર્સમાં રહેતા વેપારી ભરતભાઈ રામજીભાઈ ગણાત્રાએ ત્ોમની બાઈક્ધો હેન્ડલમાં ર7 હજારની રોકડ અન્ો 10 હજારની કિંમતના બ્ો મોબાઈલ ફોન થેલીમાં લટકાવીન્ો
રાખ્યા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ થેલીન્ો ધારદૃાર વસ્તુથી કાપી ત્ોમાં રહેલી રોકડ અન્ો મોબાઈલ લઈ આરોપીઓ નાસી જતા એ-ડિવિઝનમાં ફરિયાદૃ કરાઈ છે.
આ તરફ ભુજ તાલુકાના ભારાસરમાં ચોરી થઈ હતી. ભારાસર ગામે પુલિયા પાસ્ો રહેતા હરેશભાઈ ભીખાભાઈ મહેશ્ર્વરી પરિવાર સાથે નારાણપર ગામે ગયા હતા ત્યારે પાછળથી બંધ ઘરમાં ત્રાટકેલા તસ્કરો કબાટમાંથી 7 હજાર રોકડા અન્ો 86 હજારના દૃાગીના મળી કુલ રૂા.93 હજારની મત્તાની ઉઠાંતરી કરી ગયા હતા.
અંજારમાં તસ્કરોએ બ્ો મકાન ત્ોમજ એક દૃુકાનમાં હાથમારી 97 હજારની માલમત્તા સ્ોરવી હતી. અંજારના મફતનગરની શાળા નં.1પ પાસ્ો રહેતા અબ્દૃુલ હારૂન લંગાએ ફરિયાદૃમાં જણાવ્યું કે, ત્ોમના ઘરમાં અંદૃરના દૃરવાજાના તાળા તોડી તસ્કરો 3પ હજારની કિંમતનો સોનાનો હાર, 7 હજાર સ્ોર, વીંટી, સાંકડા, પોંચી, પ્ોન્ડલ અન્ો રોકડા 10 હજાર મળી કુલ રૂા.8પ હજારની ચોરી કરી ગયા હતા. ત્ોમજ પાછળ રહેતા સલીમ ઈલિયાસ ખલીફાના ઘર પાસ્ો પાર્ક કરેલું બાઈક નં.જીજે1રએસી- પ60રની પણ ચોરી કરાઈ હતી. આ ઉપરાંત પાડોશી અનવર હુશેન હોથીના મકાનનો દૃરવાજો તોડી તસ્કરો બ્ો હજારની રોકડ સ્ોરવી ગયા હતા. તો આ વિસ્તારમાં લઘુભાઈ ગઢવીની દૃુકાનમાંથી તાળા તોડી ચોરીનો પ્રયાસ કરાયો હતો, પરંતુ કોઈ મત્તા હાથ લાગી ન હતી. એક સાથે તસ્કરોનું સામૂહિક આક્રમણ થતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

રિલેટેડ ન્યૂઝ