ભારતની પ્રથમ ગુજરાતી એનિમેટેડ ફિલ્મ શ્રીમદ્દ રાજચંદ્ર

રાજકોટ
શ્રીમદ્દ રાજચંદ્ર ફિલ્મ 19 નવેમ્બર, 2021 થી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં રજૂ થશે.
મુંબઈ, 29 ઓક્ટોબર, 2021: ગુજરાતી ફિલ્મ શ્રીમદ્દ રાજચંદ્ર 19 નવેમ્બર, 2021 થી રજૂ થશે અને આ ફિલ્મ દેશ-વિદેશના યુવાનો તથા વયસ્કો સહિત તમામ ચાહકોના હૃદયને જીતી લેશે તે ચોક્કસ છે. શ્રીધર કાકડેએ અત્યંત આધુનિક 3ઉ એનિમેશન વિઝ્યુઅલ્સનો (દ્રશ્યોનો) એમાં ઉપયોગ કર્યો છે, જ્યારે ધરમ ભટ્ટે હૃદયને સ્પર્શી લે એવું સંગીત પીરસ્યું છે. અમર બાબરિયા અને સુભવ ખેરે પ્રભાવિક અવાજથી વર્ણન (નેરેશન) કર્યું છે, તો પ્રશાંત મઝુમદારે સુરિલા કર્ણપ્રિય સુર આપ્યા છે.
આત્માર્થ પ્રોડક્શન્સ અને ભક્તિ ટ્રસ્ટે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે, જ્યારે ભૈરવ કોઠારી એના નિર્દેશક છે. ભૈરવ કોઠારીના નિર્દેશન હેઠળની આ પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મને બનતા 8 વર્ષ લાગ્યા છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં તા. 19 નવેમ્બર, 2021થી રજૂ થશે.
આ એક અદભુત ફિલ્મ છે. બાળ અવસ્થામાં લક્ષ્મીનંદન થી લઈને શ્રીમદ્દ રાજચંદ્ર સુધીની અનોખી આધ્યાત્મિક સફરને આમાં વણી લેવામાં આવી છે. ફિલ્મમાં આ મહાપુરુષની 55 હૃદયસ્પર્શી ઘટનાઓને વર્ણવવામાં આવી છે. તેમના પ્રભાવમાં મહાત્મા ગાંધીજી અને શ્રી જમસેતજી ટાટાથી લઈ લાખો લોકો આવ્યા છે અને એવા કેટલાક પ્રસંગોનો આ ફિલ્મમાં સમાવેશ થયેલ છે.
આ ફિલ્મ અત્યંત કાળજીપૂર્વક તૈયાર કરાઈ છે. બાળપણથી યુવાની સુધીના શ્રીમદ્દજીના 200થી વિશેષ મોડેલ્સ તૈયાર કરાયા હતા તેમાંથી સંશોધન કરીને ભાવાત્મક સ્વરૂપ આપ્યું છે. મ્યુઝિક કમ્પોઝર ધરમ ભટ્ટના જાદુઈ સંગીતને કારણે દ્રશ્યો જીવંત બની જાય છે.

રિલેટેડ ન્યૂઝ