રાજ્યમાં 10,879 ગ્રામ પંચાયતોની 19 ડિસેમ્બરે ચૂંટણી

બેલેટ પેપરથી મતદાન થશે: 29 નવેમ્બરે જાહેરનામુ પ્રસિદ્ધ થશે, 4 ડિસેમ્બરે ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થશે:21 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે

ગાંધીનગર, તા.22
રાજ્યની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણીનીતારીખો જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણીપંચે જાહેરાત કરી હતી કે 10,879 ગામોમાં ચૂંટણી માટે 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બરના મતગણતરી કરવામાં આવશે. આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે.
રાજ્યમાં કુલ 10882 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની તારીખો જાહેરાત થતાં જ આજથી આચારસંહિતા પણ લાગુ થઇ ગઈ છે. જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ 29 નવેમ્બર છે એટલે કે ઉમેદવારો આ તારીખથી પોતાની દાવેદારી પત્રક ભરી શકશે. 4 ડિસેમ્બર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે જે બાદ 6 ડિસેમ્બર ફોર્મ ચેકિંગ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ 7 ડિસેમ્બર છે. 19 ડિસેમ્બરે ચૂંટણીનું મતદાન થશે અને જો જરુર પડે તો 20 ડિસેમ્બરે પુન: મતદાન પણ યોજાઇ શકે છે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી લોકો મતદાન કરી શકશે. જે બાદ 21 ડિસેમ્બરે મત ગણતરી યોજાશે. 24 તારીખે ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં નોટાનો પણ ઉપયોગ કરી શકાશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે ઈફસ્ મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે અને ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારનું આયોજન હાથ ધરી દેવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
ગ્રામ પંચાયતોની આ ચૂંટણી માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયારી શરૂ કરી દીધી છે, પણ વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સંગઠનની રચનામાં અટવાયેલા છે. કોંગ્રેસમાં તો હજુ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પણ જાહેર કરવામાં આવ્યા નથી. ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી હોવા છતાં કોંગ્રેસમાં હજુ સંગઠનની નવી ટીમ બની નથી. પરિણામે ગુજરાત કોંગ્રેસ હજુ પણ વેરવિખર છે. જેની સાથે ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી લેનારી આમ આદમી પાર્ટી પણ હજુ કોઈ ચોક્કસ વ્યૂહરચના વિના આગળ વધી રહી હોવાનું જણાઇ રહૃાું છે.

રિલેટેડ ન્યૂઝ