આશાવર્કર બહેનોની પુરતા વેતનની ઉગ્ર માંગ : સુત્રોચ્ચાર સાથે કરી રજૂઆત

માળિયા હાટીનાના મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું : આગામી સમયમાં ઉગ્ર આંદોલન ઉચ્ચારી ધમકી

(પ્રતિનિધિ દ્વારા)
માળિયા હાટીના તા. 12
પૂરતા વેતન ની માગણી સાથે માળીયા હાટીના તાલુકા ના આશા વર્કર બહેનો ઉગ્ર સૂત્રો ચારો સાથે મામલતદાર
ને આવેદન આપ્યું હતું.
આશા વર્કર બહેનો ની કામ ગિરિ એ આરોગ્ય ની ખુબજ જરૂરી કામગીરી છે. માળીયા હાટીના ના તાલુકાના 160 થી પણ વધારે આસા વર્કર બહેનો પોતાના નાના 5 થી. 6 વર્ષના બાળકો અને પોતાના પરિવાર પણ પરવા કર્યા વગર દર રોજ સવાર ના 9 વાગ્યા થી સાંજ ના 7 વાગ્યા સુધી આરોગ્ય અને વેક્સિન સહિત ની કામ ગિરિ નિષ્ઠા પૂર્વક કરે છે તેમ છતાં સરકાર દ્વારા ખુબજ અપૂરતી વેરાન મળે છે.
આ અંગે આશા વર્કર બહેનો એ અનેક વખત રજૂઆતો કરી છે પણ કોય સાંભળતું નથી બે દિવસ પહેલા આશા વર્કર બહેનો એ ભંડુરી. ના મેડિકલ ઓફિસર ને પૂરતા વેતન ની માગણી સાથે આવેદન આપેલ હતું આજે પણ માળીયા હાટીના તાલુકા ના આશા વર્કર બહેનો મોટી સંખ્યા મા આવી ને ઉગ્ર શુત્રો ચારો પોકારી ને મામલતદાર ને આવેદન પત્ર આપી આશા વર્કર બહેનો ને પૂરતું વેતન મળે એવી રજૂઆતો કરી ને લેખિત આવેદન પત્ર આપ્યું હતું અને પૂરતું વેતન મળે એવી પણ માગણી કરી હતી. અને સરકાર વેતન નહિ વધારે તો આશા વર્કર બહેનો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે એવી પણ ચીમકી આપો છે
જ્યાં સુધી સરકાર કોય યોગ્ય ઉકેલ નહિ લાવે ત્યશુધી તમામ કામગીરી નો આશા વર્કર બહેનોએ આશા વર્કર બહેનો એ બહિષ્કાર કરેલ છે

રિલેટેડ ન્યૂઝ