રાજકોટ: મનપાની ઘોર બેદરકારી, દુષ્કર્મની ફરિયાદ કરવાની લગાવાઇ નોટિસ

રાજકોટ: મહાનગરપાલિકાએ જાહેર ચેતવણીના બોર્ડ જ્યાં બનાવવા માટે આપ્યા હશે તેને લખાણ કરવામાં ગંભીર કહી શકાય તેવી ભૂલ કરી છે. જાહેરમાં કચરો ફેંકનાર વેપારી હોય કે અન્ય કોઈ સિવિલિયન તેની સામે કાનૂની રાહે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર દંડ જ વસૂલવામાં આવે છે. પરંતુ, દૂધની ડેરી પાસે આવેલી મસ્જિદથી થોડે દૂર શાળા નં.66 પાસે જાહેર શૌચાલયની બહાર મનપાએ બોર્ડ લગાવ્યું છે તેમાં ચેતવણી આપવામાં આવી છે કે, ‘આથી જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે, આ જગ્યા પર કચરો ફેંકવો નહીં અન્યથા કચરો ફેંકનાર સામે આઈપીસી એક્ટ 376 મુજબ તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.’ આ ચેતવણી વાચીને કાયદાના જાણકાર જરૂર આશ્ચર્યમાં મુકાઈ જાય કે, જાહેરમાં કચરો ફેંકવાથી દુષ્કર્મની ફરિયાદ કેવી રીતે થઈ શકે? બીજીબાજુ સત્ય હકીકત એ છે કે, મનપાના બોર્ડમાં કચરો ફેંકનાર સામે આઈપીસી એક્ટ 376 મુજબ કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. ચેતવણી બોર્ડ વાચીને લોકો મનપાની કાર્યવાહી સામે હસી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ