સાવરકુંડલા નજીક કાર લકઝરી બસ વચ્ચે અકસ્માત ચારને ઇજા

અમરેલી તા.5
સાવરકુંડલાના ઓળિયા અને ચરખડીયા વચ્ચે આજે સવારે અમરેલી તરફથી સાવરકુંડલા જતી લકઝરી બસ અને સાવરકુંડલા તરફથી આવતી કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં જઈ રહેલ એક મહિલા સહીત ચારને ઇજા થવા પામી હતી,ડુંગરથી રાજકોટ ખાતે મહિલાને આંખ બતાવા જતા રસ્તામાં અકસમાત સર્જાયો હતો…
આ અંગે મળતી વિગતો અનુસાર આજે સવારે સાવરકુંડલાના ચરખડીયા અને ઓળિયા ગામ વચ્ચે જે.કે ટ્રાવેલ્સની ખાનગી લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,ડુંગર ગામના અજયભાઇ રાજુભાઈ સીસાર ઉવ-24 ના પોતાની કાર લઇ તેમાં જેઠાભાઇ રામભાઈ કાતરીયાઉવ-50 તેમજ રાજુભાઈ બીજલભાઈ ક્વાડ ઉવ-23 તેમજ મંગુબેન બીજલભાઈ ક્વાડ ઉવ-45 ના બેસી ડુંગરથી રાજકોટ ખાતે મંગુબેનની આંખ બતાવા જઈ રહયા હાટ ત્યારે સાવરકુંડલાના ચરખડીયા અને ઓલિયા વચ્ચે પહોંચતા અમરેલી તરફથી સાવરકુંડલા તરફ આવી રહેલ જે.કે ટ્રાવેલ્સની લકઝરી બસ ચાલકે કાર સાથે ધડાકાભેર અથડાવી દેતા કારમાં બેસેલ ઉપરોક્ત ચારેયને ઇજા થતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસડેલ હતા બનાવ અંગે પોલીસ ફરિયાદ તજવીજ હાથ ધરાઈ છે…

રિલેટેડ ન્યૂઝ