વીજ વપરાશકારો માટે રાહતના સમાચાર, CM રૂપાણીએ કર્યો મહત્વનો નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસ ધીમે ધીમે ફેલાતો જાય છે. ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ લોકોના મોત નીપજ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન છે. આવી પરિસ્થિતિમાં વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. સાથે સાથે જીવન પણ જાણે થંભી ગયું હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

આવી કપરી પરિસ્થિતિમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની (coronavirus) સ્થિતિમાં દેશવ્યાપી લોકડાઉન સંદર્ભે ગુજરાતના વીજ વપરાશકારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીઅને નાયબ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં પ્રવર્તમાન સ્થિતીની સમિક્ષા કરતા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજ્યમાં નાના વેપારીઓ, દુકાનદારો અને ઉદ્યોગો તેમજ ઘર વીજ વપરાશકારો જેમને જીઇબી (GEB)-ગુજરાત ઇલેકટ્રીક સિટી બોર્ડના વીજ બિલ ભરવાના થાય છે તેમની માર્ચ અને એપ્રિલ મહિનાના બીલ ભરવાની મુદત તા. ૧પમી મે સુધી કરવામાં આવી છે. તદ્દઉપરાંત જો બીલ નિયમિત ન ભરાય તો પેનલ્ટી કે કનેકશન કાપી નાખવાની બાબત પણ મોકૂફ રાખવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ