વેરાવળમાં નોટબુક લેવા ગયેલી સગીરાની દુકાનદારે કરી છેડતી

પોંલીસે વેપારીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
વેરાવળમાં નોટબુક લેવા દુકાને ગયેલ ત્યારે વેપારી યુવકએ એકલતાનો લાભ લઈ સગીરાની છેડતી કરતા ત્યાંથી તેણી નાસી જઈ પરીવારજનોને વાત કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ શરમજનક કૃત્ય અંગે પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપી વેપારીને ત્વરીત ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સામે આવતા વેપારી ઉપર લોકો ફીટકારની લાગણી વરસાવી રહ્યા હતા.
વેરાવળના સગીરા સાથે બનેલ ઘૃણાસ્પદ ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં દિવાનીયા કોલીનીમાં આવેલ જીકાણી પ્રોવિઝન- સ્ટેશનરી સ્ટોર ઉપર તા.6ની રાત્રીના નવેક વાગ્યે સગીરા નોટબુક લેવા ગઈ હતી. ત્યારે દુકાન ચલાવતા વેપારી કાસમ ઉર્ફે કાસમબાપુ અલ્લારખા જીકાણી (ઉ.વ.33) એ એકલતાનો લાભ લઈ સગીરાની શારીરીક છેડછાડ કરી હતી. જેને લઈ હેબતાઈ ગયેલ સગીરા વેપારીના ચાંગુલમાંથી નાસી જઈ ઘરે પહોંચીને પરીવારજનોને આપવીતી જણાવી હતી. જેને લઈ રોષે ભરાયેલા સગીરાના પરીવારજનો પોલીસ મથકે પહોંચી પીઆઈ એસ.એમ. ઈશરાણી સમક્ષ ઉપરોકત હકકીત જણાવી હતી. જેના પગલે પોલીસે આરોપી વેપારી કાસમ જીકાણીને ત્વરીત ઝડપી લઈ તેની સામે આઈપીસી 354(અ) અને પોસ્કો એકટની કલમ 12 હેઠળ છેડતીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલો સામે આવતા સોમનાથ ટોકીઝ વિસ્તાર સહિત શહેરીજનો વેપારી ઉપર ફીટકારની લાગણી વરસાવી રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ