રૂ.1.11 લાખનો મુદામાલ કબ્જે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી
ગીર સોમનાથ એસ.ઓ.જી. બ્રાન્ચે વેરાવળ શહેરમાંથી બે શખ્સોને ચરસના જથ્થા સાથે કુલ રૂા.1.11 લાખના મુદામાલ સાથે ઝડપી લઇ એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેજ જાજડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા ચરસ તથા ગાંજાની બદી સદંતર નાબુદ કરવા માટે સુચના આપતા એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.બી.જાડેજા, સીટી પો.ઇન્સ. એ.એમ.મકવાણા, એસ.ઓ.જી. પો.સ.ઇ. એ.બી.વોરા, સ્ટાફના, એ.એસ.આઇ. નરવણસિંહ ગોહીલ, ઇબ્રાહીમશા બાનવા, ગોવિંદભાઇ વંશ, દેવદાનભાઇ કુભારવડીયા, નારણભાઇ ચાવડા, ગોવિંદભાઇ રાઠોડ, હે.કો. ગોપાલસિંહ મોરી, સલીમભાઇ મકરાણી, પ્રકાશભાઇ સોલંકી, પો.કોન્સ. મેહુલસિહ પરમાર, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, મહાવિરસિંહ જાડેજા, સીટી પોલીસ સ્ટેશનના પો.કોન્સ. રોહીતભાઇ ઝાલા, નિતેશભાઇ મોરી સહીતના પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન સયુંકત બાતમીના આધારે ગરીબ નવાઝ કોલોની સલીમભાઇ ઇસ્માઇલભાઇના મકાનના ખુણા પાસે દરોડો પાડતા ચરસના જથ્થા સાથે બે શખ્સોને ઝડપેલ જેમાં ચરસ વેચાણ અર્થે આપનાર (1) અફજલ ઉર્ફે ચીપો સતાર ગોવાલ ઉ.વ.30, રહે.પ્રભાસ પાટણ શાહીન કોલોની તથા ચરસ વેચાણ અર્થે મંગાવનાર (2) નજીર પીરભાઇ મલેક ઉ.વ.38, રહે.સોમનાથ ટોકીઝ, ગરીબ નવાઝ કોલોનીને માદક પદાર્થ ચરસ વજન 638 ગ્રામ રૂા.95,700 તથા મોબાઇલ એક રૂા.1000 અને મોટર સાયકલ રૂા.15,000 મળી કુલ રૂા.1,11,700 ના મુદામાલ સાથે ઝડપી લીધેલ છે જયારે આ ગુન્હામાં (1) આરીફ સીદીક સુમરા, મુળ નાલીયા માંડવી તા.ઉના હાલ મુંબઇ (2) બુરહાન સતારભાઇ પંજા પટણી રહે.પ્રભાસ પાટણ તા.વેરાવળ ના નામો ખુલતા તેને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે જયારે ઝડપાયેલા આરોપીમાં અફજલની સામે વેરાવળ, કેશોદ, પ્રભાસ પાટણ, ચોરવાડ, જુનાગઢ તાલુકા પોલીસમાં જુદા-જુદા ગુન્હાઓ નોંધાયેલ છે.